માંગરોળ તાલુકા પંચાયતની સામાન્ય સભા તાલુકા પંચાયત કચેરીના સભાખંડમાં તાલુકા પંચાયતના પ્રમુખ ચંદનબેન મહેશભાઈ ગામીતની અધ્યક્ષતામાં રાખવામાં આવેલ હતી જેમાં નીચે મુજબના કાર્ય હાથ ધરવામાં આવેલા હતા. ગત તારીખ 12/4/21ના રોજ મળેલી ખાસ સામાન્ય સભાની કાર્યવાહી નોંધને વાંચનમા લઇ બહાલી આપવા બાબત તારીખ 12/4/21 ના રોજ મળેલ ખાસ સામાન્ય સભામાં થયેલ થરાવના અમલીકરણ અહેવાલ વાંચનમાં લેવા બાબત, સભ્યઓના આવેલ રજા રિપોર્ટ મંજુર કરવા બાબત, સભ્યઓ તરફથી રજૂ થયેલા પ્રશ્નોના ઉત્તરો આપવા બાબત, ગામ પંચાયત વિભાજન દરખાસ્ત બાબત જે બાબતે શેઠી ગ્રુપ ગ્રામ પંચાયત અને વાંકલ ગ્રુપ ગ્રામ પંચાયત, માંગરોલ ગ્રુપ ગ્રામ પંચાયત, કંટવા ગ્રુપ ગ્રામ પંચાયત, લીડિયાત ગ્રુપ ગ્રામ પંચાયત, ઠરાવમાં લેવામાં આવેલ હતું. તાલુકા જૈવ વિવિધતા સમિતિની રચના કરવા બાબતે ચર્ચા કરવામાં આવી હતી. ઉપરાંત પ્રમુખસ્થાનેથી રજૂ થતા કામો બાબતે પણ ચર્ચા કરવામાં આવેલ હતી, આ કારોબારી સભામાં તાલુકા પંચાયતના પ્રમુખ ચંદનબેન ગામીત ઉપ પ્રમુખ ભરતભાઇ પટેલ મહાવીર સિંહ પરમાર, ડો.યુવરાજસિંહ સોનારીયા, તૃપ્તિબેન મૈસુરીયા, મોહનભાઈ કટારીયા માંગરોળ તાલુકા વિકાસ અધિકારી શિવાંગીની શાહ, ડી. એફ.છાસતીયા, ચુનીલાલચૌધરી, ચૂંટાયેલા અધિકારી પદાધિકારી વગેરે હાજર રહ્યા હતા. કોરોના રસીકરણ બાબતે દરેક તાલુકા પંચાયત સીટ પ્રમાણે આયોજન કરવાનું ટી.ડી.ઓ. શિવાંગીની શાહે જણાવ્યું હતું. વધુમાં વધુ લોકો રસી મુકાવે તેવા પ્રયાસો હાથ ધરવા હોદ્દેદારોને જણાવ્યુ હતુ.
વિનોદ મૈસુરિયા : વાંકલ