ગુજરાતમાં માસ પ્રમોશનની જાહેરાત બાદ આખરે ગઈકાલે ધોરણ 10 નુ પરિણામ જાહેર કરાયુ છે. બોર્ડના ઈતિહાસમાં પહેલીવાર એવુ બન્યુ છે કે, 8,57,204 વિદ્યાર્થીઓ પાસ થયા છે. ગઈકાલે રાત્રે 8 વાગ્યે બોર્ડની વેબસાઈટ પર પરિણામ મૂકાયું હતું. જેને માત્ર શાળાઓ જ જોઈ શકે તે રીતે આયોજન કરાયુ હતું. હાલ વિદ્યાર્થીઓ આ પરિણામને જોઈ શકે તેમન નથી, માત્ર શાળા માટે જ આ પરિણામ છે. ધોરણ 10 ના પરિણામમાં આ વર્ષે A1 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યામા વધારો થયો છે. ધો.10 નું પ્રથમ સત્ર પરીક્ષા અને એકમ કસોટીના આધારે કુલ માર્કસની ગણતરી કરીને સ્કૂલોએ તૈયાર કર્યુ છે. ધોરણ 10 નું પરિણામ આગળની ત્રણ પરીક્ષાનાં રિઝલ્ટ પરથી તૈયાર કર્યું છે. ખાસ વાત તો એ છે કે, આ વર્ષે માસ પ્રમોશનને લીધે એક પણ વિદ્યાર્થી નાપાસ ન કરવાનો હોવાથી ડી સુધીના જ ગ્રેડ જાહેર કરવામા આવ્યા છે. અને ઈ તેમજ ઈ1 ગ્રેડ જાહેર કરાયા નથી. તમામ સ્કૂલ બોર્ડની વેબસાઇટ GSEB.ORG પર જઈને પરિણામ જોઈ શકશે. શાળાઓ ઈન્ડેક્ષ નંબર આધારે પરિણામ જોઈ શકશે.
કોરોના મહામારીને કારણે ધોરણ 10 ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું. એ બાદ આજે રાતે 8 વાગ્યે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જોકે આ પરિણામ ફક્ત સ્કૂલો જ જોઈ શકશે. વિદ્યાર્થીઓએ સ્કૂલમાંથી પરિણામ મેળવવાનું રહેશે. સ્કૂલોએ ઓનલાઈન પરિણામ પરથી માર્કશીટ તૈયાર કરી વિદ્યાર્થીઓને આપવાની રહેશે. આજે સવારથી જ સ્કૂલોમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ માર્કશીટ લેવા માટે પહોંચ્યા હતા. આ માર્કશીટ માત્ર એડમિશન આપવા માટે જ આપવામાં આવશે. હાલમાં વિદ્યાર્થીઓને ટેમ્પરરી બેઝ પર માર્કશીટ અપાશે, પરંતુ ઓરિજિનલ માર્કશીટ જુલાઈના બીજા સપ્તાહમાં આપવામાં આવશે. ધોરણ 10 બોર્ડના વિદ્યાર્થીઓનું પરિણામ 7.30 વાગ્યાથી ડાઉનલોડ થવાની શરૂઆત થઈ હતી. વહેલી સવારે રિઝલ્ટ ડાઉનલોડ થવામાં પરેશાની થઈ હતી.
ધોરણ 10 નું પરિણામ : માસ પ્રમોશનને કારણે પહેલીવાર 8.57 લાખ વિદ્યાર્થીઓ પાસ થયા.
Advertisement