ભરૂચ જિલ્લામાં આગામી સપ્તાહમાં સામાન્ય વરસાદ નોંધાય તેવી શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. મંગળવારે જિલ્લામાં એક પણ તાલુકામાં દિવસ દરમિયાન વરસાદ નોંધાયો ન હતો. આજરોજ બુધવારે ભરૂચના અંતરિયાળ વિસ્તારોમા વરસાદના ઝાપટા જોવા મળ્યા હતા.
ભરૂચ અને અંક્લેશ્વર પંથકમા મંગળવારના રોજ રાત્રી દરમિયાન એક-એક ઇંચ વરસાદ નોંધાયો હતો, અને આજરોજ વહેલી સવારથી જ અંક્લેશ્વર તાલુકાના વાલિયા વિસ્તારમા ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો. ભરૂચ જિલ્લામાં જૂન મહિનાના અંતિમ ચરણમાં પણ હજી પુરતો વરસાદ વરસ્યો નથી. પરંતુ આજરોજ વરસેલ વરસાદના પગલે વાતાવરણમા ઠંડક પસરી જવા પામી હતી, ઝાપટા રૂપે પડતો વરસાદ ખેતી કરનારા ખેડુતો માટે આશીર્વાદરૂપ સમાન છે.
Advertisement