ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા, મહામંત્રી સતિષભાઈ પટેલ દ્વારા રાજ્યના તમામ જિલ્લા સંઘના પ્રમુખ મંત્રી હોદ્દેદારો તેમજ શિક્ષકભાઇ બહેનોને આહવાન કરેલ છે કે નેશનલ ઓલ્ડ પેન્શન રિસ્ટોરેશન યુનાઇટેડ ફ્રન્ટ (NOPRUF) એ કેન્દ્ર સરકારમાં નોંધાયેલ કેન્દ્ર અને રાજ્ય સરકારના કર્મચારીઓનો એક સંગઠન છે જેનો ઉદ્દેશ સરકારી કર્મચારીઓના હિતો તેમજ નિવૃત્તિ બાદ તેઓની નાણાકીય સુરક્ષાની જાળવણી કરવા બંધારણીય રીતે જૂની પેન્શન સ્કીમને ફરીથી રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરે લાગુ કરવાનો છે જેના માટે રાષ્ટ્રીય સ્તરે આ સંગઠન કામ કરી રહ્યું છે NPS હેઠળના તમામ સંવર્ગના અધિકારીઓ/ કર્મચારીઓ તથા મંડળોને તેમના તરફથી આહવાન કરવામાં આવ્યું છે કે તેમની રાષ્ટ્રીય ટીમ દ્વારા કેન્દ્ર તેમજ ગુજરાત સહિતના તમામ કર્મચારીઓ માટે નવી પેન્શન સ્કીમને બંધ કરી જીપીએફ(GPF) સહિતની જૂની પેન્શન સ્કીમ અમલી કરાવવા માટે આગામી તારીખ 30/6/2021 ના રોજ આખા દેશમાં ટ્વીટર અભિયાન ચલાવવામાં આવશે જેમાં જોડાવા સૌને જણાવવામાં આવે છે જેનો સમય સવારે 10 થી સાંજના 06:00 સુધી રહેશે હેશ ટેગ:# RestoreOldPension, #NPS_QUIT_INDIA તો આ ટ્વીટર અભિયાનમાં ગુજરાત રાજ્યના તમામ શિક્ષકોને જોડાવા માટે દિગ્વિજય સિહ જાડેજા, તેમજ સતિષભાઈ પટેલ દ્વારા આહવાન કરવામાં આવે છે તેમજ સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ કિરીટભાઈ પટેલ મહામંત્રી, અરવિંદભાઈ ચૌધરી તરફથી સુરત જિલ્લાના તમામ શિક્ષકો આ ટ્વીટર અભિયાનમા જોડાય એમ અખબારી યાદીમા જણાવેલ છે.
એન.પી.એસ ના સ્થાને જૂની પેન્શન યોજના અમલી કરવા તારીખ 30/ 6 /2021 ના રોજ ટવીટર અભિયાનમાં જોડાવા ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ તરફથી આહવાન.
Advertisement