રાજપીપળા ખાતે આવેલ કરજણ નદી ઉપર હમણાં થોડા વખત પહેલા એક વર્ષ પહેલા બનેલ સામે પાર આવેલ રામગઢ ગામ અને રાજપીપળાને જોડતો કરજણ નદી ઉપર નવો પુલ બનાવ્યો બનાવ્યો હતો. જે ટૂંકા ગાળામાં જ વચ્ચેથી અચાનક બેન્ડ વળી ગયો હતો. અને વચ્ચેથી બેસી ગયેલો દેખાતો હતો. બંને સાઇડના કાંગરા પણ તૂટી ગયાં. હતા. જોકે આ પુલ જોખમી બન્યો હોઈ પુલ ઉપરથી લોકો અને વાહનચાલકો દોડાદોડી કરતા આ પુલ અત્યંત જોખમી બનતા તેને હાલ તો બંધ કરી દેવામાં આવ્યો છે. જોકે ગામ લોકો રેલિંગ ઓળંગીને પુલ પરથી અવર જ્વર કરી રહ્યા છે જે અત્યંત જોખમી છે. અહીં તાત્કાલિક સિક્યોરિટી મુકવાની પણ જરૂર છે. લોકોની અવર-જવર બંધ કરવી જોઈએ અને તાત્કાલિક સમારકામ કરવું જોઈએ.જોકે આ પુલના તકલાદી બાંધકામની પોલ બે ચાર મહિનામાં જ ખુલી ગઈ છે. ત્યારે સરકારે કરોડોના ખર્ચેકરજણ નદી ઉપર તૈયાર કરેલો પુલ આજે અત્યંત જોખમી સાબિત થયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ પુલનું લોકાર્પણ જ થયું નથી ! અને તેનું લોકાર્પણ કર્યા વગર જ આ પુલ ખુલ્લો મૂકી દેવાયો હતો. આ પુલના બાંધકામનું કામ કઈ એજન્સી અને ક્યાં કોન્ટ્રાક્ટરને આપવામાં આવ્યું હતું ? તેમણે આ તકલાદી કેવી કામગીરી કરી છે ? તેની તાત્કાલિક તપાસ થવી જોઇએ અને કોન્ટ્રાક્ટરો અને એજન્સી સામે કાયદેસરના પગલા લેવા જોઈએ. તેમજ તેની સામે તમામ ખર્ચ વસુલ કરાવી પુલનું સમારકામ કરાવવું જોઈએ. તેમજ આ પુલ બેસી કેવી રીતે ગયો તેની તાત્કાલિક તપાસ કરાવે અને જવાબદારો સામે કાયદેસરના પગલાં લેવડાવે તેવી પણ માંગ ઉઠવા પામી છે.
દીપક જગતાપ, રાજપીપલા
રાજપીપળા : કરજણ નદી કિનારે આવેલો રામગઢ – રાજપીપળાને જોડતો પુલ વચ્ચેથી બેસી પડતા સમારકામ માટે પુલ બંધ કરી દેવાતા ગ્રામજનોને હાલાકી.
Advertisement