ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ કોસંબાની ચૂંટણી અગાઉ ૨૦૧૮ માં થયેલ હતી તેની અઢી વર્ષની ટર્મ પૂર્ણ થતાં ૧૯૬૫ ના કાનૂન ૩૩(૧) તથા ૩૩(૨) હેઠળ મળેલ સત્તાની રૂએ ચેરમેનની ચૂંટણી કરવા માટે ચૂંટાયેલ ડિરેક્ટરોની બેઠક પી. બી. કણકોટીયા, જિલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળીઓ ભરુચના અધ્યક્ષ સ્થાને આજરોજ મળી હતી.
એ.પી.એમ.સી. કોસંબાના ચેરમેન પદ માટે દિલીપસિંહ વજેસિંહ રાઠોડના નામની દરખાસ્ત રાજેશકુમાર કે. પાઠક દ્વારા કરવામાં આવી હતી આ દરખાસ્તને સુરેન્દ્રસિંહ ધિરજસિંહ ખેર દ્વારા ટેકો આપવામાં આવ્યો હતો. અન્ય ચેરમેનપદ માટે બીજી કોઈ દરખાસ્ત ન આવતા એ.પી.એમ.સી. કોસંબાનાં ચેરમેન તરીકે દિલીપસિંહ વજેસિંહ રાઠોડને બિન હરીફ ચુંટાયેલા જાહેર કરવામાં આવ્યા હતા. એ.પી.એમ.સી. નાં ડિરેક્ટરો દ્વારા પુષ્પગુચ્છ આપી શુભેચ્છા પાઠવવામા આવી હતી. વધુમાં નવા આવેલ કૃષિ કાયદા મુજબ બે ટર્મથી વધારે ચેરમેન તરીકે રહી શકાય એમ ન હોય જેથી વર્તમાન ચેરમેન રાજેશકુમાર કે. પાઠક દ્વારા ઉમેદવારી કરવામાં આવી ન હતી.
વિનોદ મૈસુરિયા : વાંકલ