Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચ : પાલિકા પ્રમુખની ખુરશી બચાવવા દોડધામ : પાલિકા પ્રમુખ સામેની ફરિયાદ ખોટી હોવાની ગજેરા ગામ વાસીઓનો પ્રસ્તાવ.

Share

ભરૂચ નગરપાલિકા પ્રમુખ અમિત ચાવડા સામે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ હવે વણકર સમાજ અને અન્ય એસ.સી સંગઠનો મેદાનમાં આવ્યાં છે. અમિત ચાવડા સામે નોંધાયેલી ફરિયાદ ખોટી હોવાની પ્રસ્તાવ સાથે કેટલાક વણકર સમાજના આગેવાનો એ ડિવિઝન પોલીસ સ્ટેશન પહોંચ્યાં હતાં. ભરૂચ નગરપાલિકામાં નવી અઢી વર્ષની ટર્મ માટે પ્રમુખની બેઠક એસ.સી અનામત હતી. આ બેઠક પર વોર્ડ નંબર 8 માંથી ચુંટાયેલા ધનજી ગોહિલ પ્રબળ દાવેદાર હોવા છતાં વોર્ડ નંબર 5 માંથી સામાન્ય બેઠક પરથી ચુંટાયેલા અમિત ચાવડાને પ્રમુખ બનાવી દેવાયાં હતાં.

અમિત ચાવડાએ અભ્યાસ દરમિયાન પોતે દરજી હોવાનું ડીંડક ચલાવ્યું હતું પણ પાલિકા પ્રમુખ બનવા માટે એસ.સી નું પ્રમાણપત્ર લઇ આવ્યાં હોવાનો ગંભીર આક્ષેપ દીનેશ ખુમાણ નામના અરજદારે કર્યો હતો. દિનેશ ખુમાણે કોર્ટના દ્વાર ખખડાવતાં કોર્ટે અમિત ચાવડા સામે ખોટા પ્રમાણપત્ર રજુ કરવા ગુનો નોંધવા આદેશ કર્યો હતો.

આખરે એ ડીવીઝન પોલીસે અમિત ચાવડા વિરૂધ્ધ ફરિયાદ નોંધતા ભાજપ ભીંસમાં મુકાયું છે અને ભાજપના બે જુથો એકબીજા સામે શિંગડા ભેરવવા માટે સજજ બની ગયાં છે. વણકર સમાજ અને અન્ય એસ.સી ના આગેવાનોએ એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે પહોંચી અમિત ચાવડાની તરફેણમાં અમિત ચાવડા હિંદુ માયાવંશી હોવાની રજુઆત કરી હતી. પ્રમુખની ખુરશી બચાવવા માટે આવા અનેક કાવાદાવાઓ ભરૂચની જનતાને જોવા મળશે તે કડવુ સત્ય છે. પાલિકા પ્રમુખની ખુરશી બચાવવા દોડધામ મચી જવા પામી છે.

Advertisement

Share

Related posts

ઝઘડિયાનાં સીમધરા ગામ નજીક એસ.ટી બસને અકસ્માત નડયો.

ProudOfGujarat

રાજપીપળા : નરેન્દ્ર મોદીના જન્મ દિવસે ભારતીય યુથ કોંગ્રેસે બેરોજગારી દિવસની ઉજવણી કરી.

ProudOfGujarat

ગોધરા શહેરમાં જરૂરિયાતમંદને સેવાઓ પૂરી પાડતુ સાંઈ સેવા ઓર્ગેનાઇઝેશન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!