Proud of Gujarat
FeaturedGujaratINDIA

અમદાવાદમાં મોડી રાતે ઝૂંપડામાં સૂતેલા 4 લોકો પર ફરી વળ્યા કારના પૈડા : 3 બાળકો સહિત 4 હોસ્પિટલમાં.

Share

રાજયમાં થોડાક દિવસ પહેલા જ નાઈટ કર્ફ્યુંમાં ઘટાડો કરવામાં આવ્યો છે ત્યારે અમદાવાદમાં મોડી રાત્રે શહેરના શિવરંજની ચાર રસ્તા હીટ એન્ડ રસ કેસની ઘટના બની હતી. જેમાં ગઈકાલે મોડી રાત્રે એક કાર ફૂટપાથ પર સૂતેલા લોકો પર ફરી વળી હતી, જેમાં એક મહિલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય 4 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેમને હોસ્પિટલમાં ખસેડાયા છે. જોકે અકસ્માત બાદ કારચાલક ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો.

ઘટનાની જાણ થતાં ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસકાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. હાલમાં અકસ્માત કરનારાને શોધવા માટે પોલીસે તજવીજ હાથ ધરી છે. અમદાવાદના શિવરંજની ચાર રસ્તા પાસે ગઈકાલે મોડી રાત્રે એક કાર ફૂટપાથ પર સૂતેલા લોકો પર ફરી વળી હતી, જેમાં એક મહિલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય 4 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેમને હોસ્પિટલમાં ખસેડાયા છે.

Advertisement

અકસ્માત બાદ કારચાલક સહિત અન્ય 4 લોકો પણ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. જ્યારે ઘટનાની જાણ થતાં ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. i20 કાર મીઠાખળીના શૈલેશ શાહ નામની વ્યક્તિની છે તેમજ કાર પર 9 ઈ-મેમો ભરવાના બાકી છે.મળતી માહિતી મુજબ અકસ્માતની આ ઘટનામાં 3 લોકો ગંભીર રીતે ઘાયલ થયાં છે જેમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત થયું હતું. બનાવ અંગેની જાણ થતાં જ આસપાસના લોકો અને પોલીસ કાફલો ધટના સ્થળે આવી પહોંચ્યો હતો અને ઘાયલ થયેલા લોકોને તાત્કાલિક અસરથી સારવાર અર્થે ખસેડવા માટે તજવીજ હાથ ધરી હતી. જેમાં એક મહિલાનું મોત થયું થયું છે તેમજ બાકીના ત્રણ બાળકો ગંભીર ઈજાગ્રસ્ત થયા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદમાં શિવરંજની ચાર રસ્તા પાસે આવેલા બીમાનગર નજીક ફૂટપાથ પર સોમવારે મોડી રાત્રે લોકો સૂઈ રહ્યા હતા. વરસાદથી બચવા પ્રયાસ કરી રહેલાઓને જરા પણ ખબર ન હતી કે તેમની સાથે થોડીવારમાં શું બનવા જઇ રહ્યું છે. મોડી રાત્રે કાળ બનીને આવેલી i20 કાર આ લોકો પર ફરી વળી હતી. માસૂમ લોકો હાલ જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યા છે. અન્ય લોકો માટે જમવાનું બનાવી રહેલી સંતુબેન નામની એક મહિલાને કારે કચડી મારતાં તેમનું મોત નીપજ્યું છે, જ્યારે ચાર લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

સૂત્રોનું માનીએ તો કારમાં એ સમયે ચાર લોકો બેઠા હતા, જ્યારે બીજી એક કાર પણ ત્યાંથી પસાર થઇ રહી હતી. એવું જાણવા મળ્યું છે કે બંને કાર વચ્ચે રેસ લાગી હતી. એ સમય એક કાર ફૂટપાથ પર ફરી વળી અને ત્યાં સૂતેલા લોકો હાલ જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યા છે. સમગ્ર બનાવમાં મોડી રાત્રે ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો બનાવના સ્થળે પહોંચી ગયો હતો. આ બનાવમાં સામેલ માલેતુજાર કોણ હતા તેમને શોધવા પોલીસ દ્વારા પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે.

ગઈકાલના હિટ એન્ડ રન બાદ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. ખાસ કરીને પોલીસની કામગીરી પર જનતાનો રોષ જોવા મળ્યો છે. હાલમાં સમગ્ર ગુજરાતમાં રાત્રે 10 વાગ્યા પછી રાત્રિ કર્ફ્યૂ લાગી જાય છે અને આ અકસ્માત મોડી રાત્રે સર્જાયો છે. તો શું મોટા ઘરના નબીરાઓ માટે રાત્રિ કર્ફ્યૂનો નિયમ લાગુ નથી પડતો ?. શું એકપણ જગ્યાએ આ બન્ને કારને રોકવામાં નહોતી આવી ? એક તરફ, રાત્રિ કર્ફ્યૂના નિયમનો ભંગ કરનાર પાસેથી પોલીસ મોટો દંડ વસૂલે છે. બીજી તરફ, આવા લોકો બેખોફ આખી રાત પૂરપાટ વાહનો લઈ રખડતા હોય છે, તો બાબતે તમામ સિગ્નલો પર તહેનાત પોલીસ કેમ આંખો બંધ કરી લે છે. આ પ્રકારની ઉગ્ર ચર્ચાઓ લોકોમાં ચાલી રહી છે.


Share

Related posts

દમણ થી સુરત લઇ જવાતો રૂપિયા 12000 ના વિદેશી દારૂ સાથે ચાર ઝડપાયા.જેમાં એક મહિલા,બે સગીર અને એક યુવક પણ…

ProudOfGujarat

ભરૂચ જિલ્લા આહીર સમાજ દ્વારા ભારતીય જનતા પાર્ટીનાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલનું સન્માન કરાયું.

ProudOfGujarat

નર્મદા જિલ્લામા બીટીપીએ CAA અને NRCના વિરોધમાં આપેલ બંધના એલાનને ડેડીયાપાડા સહિત વિસ્તારોમાં ભારે પ્રતિસાદ મળ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!