Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ નગરપાલિકા તંત્રની બેદરકારી : રાત્રી દરમિયાન સ્ટ્રીટ લાઈટો બંધ રહેવાથી અકસ્માતનો ભય : ગેરકાનુની કૃત્ય કરનારાઓને લીલા લહેર…

Share

કોરોના મહામારી બાદ ભરૂચ જિલ્લામાં નગરપાલિકાએ જાણે કોઈ કામગીરી હાથ નથી ધરી અને દરેક કારણમાંથી હાથ ઉંચા કરી દીધા હોય તેમ વર્તાઈ રહ્યું છે છેલ્લા એકાદ મહિનાથી ભરૂચ શહેરમાં રાત્રીના લગભગ નવ વાગ્યાં બાદ શક્તિનાથ વિસ્તારથી ભોલાવ તરફ જતા રસ્તા સહીત અન્ય ઝાડેશ્વર જ્યોતિનગર તરફ જવાનાં રસ્તાઓની સ્ટ્રીટ લાઈટો બંધ હાલતમાં જોવા મળી રહી છે.

હવે રાત્રીના 10 કલાક સુધી અનલોક કરી દેવામાં આવ્યું છે જેથી ભરૂચની જાહેર જનતાને રાત્રીના અંધારપટમાં વાહનો હાકવા ઘણા મુશ્કેલ બને છે તેની સહિત સામેથી આવતા વાહનોના પ્રકાશથી પણ ઘણી વાહન ચલાવનારને ઘણી તકલીફ પડતી હોય છે. તેની સાથે રાત્રીના સમય દરમિયાન બુટલેગરોને ગેરકાનુની વસ્તુઓનું સપ્લાય કરવામાં ઘણી સરળતા મળતી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. અવારનવાર સ્થાનિકો દ્વારા રસ્તાને લગતી, ગટરોને લગતી અને અન્ય ઘણી રજુઆતો કરવામાં આવે છે પરંતુ નગરપાલિકા દ્વારા જાહેર જનતાને બે થી ત્રણ ધક્કા ખવડાવ્યા વગર કોઈ કામગીરી હાથ ધરવામાં આવતી નથી.

રાત્રી દરમિયામ બંધ સ્ટ્રીટ લાઈટોને કારણે પોલીસ તંત્રની કામગીરીમાં વધારો થવા પામ્યો છે, ચોરો રાત્રીના અંધારાનો ફાયદો ઉઠાવીને પોતાનું કૃત્ય રચી શકે છે જેથી ચોરોને રાત્રિનું અંધારપટ ઘણું ફાયદારૂપ બનતું હોય છે. રાત્રીના સમયગાળા દરમિયાન અકસ્માત સર્જાવાની ઘટનાઓ પણ ઘણી વધી રહી છે.

Advertisement

ટેક્સ ઉઘરાણી કરવાની વાત આવે તો તંત્ર દ્વારા અમુક તારીખ મુદ્દતમાં ટેક્સ જાહેર જનતાએ ચૂકવવું આવશ્યક બને છે અને જો ટેક્સ ભરવામાં વિલંબ થાય તો અમુક પેનલ્ટી લગાડી દેવામાં આવે છે પરંતુ સ્થાનિકો દ્વારા કોઈ સમસ્યા અંગે રજુઆત કરવામાં આવે છે તો સ્થાનિકોએ બે-ત્રણ ધક્કા ખાવા પડે છે ત્યારે તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવે છે. યોગ્ય કામગીરી કરવા જણાવતા તંત્ર દ્વારા ચોમાસુ શરુ થઇ ગયું છે… પૂરતા કામદારો નથી જેવા બહાના કરવામાં આવતા હોય છે. આ તો વળી કેવો ન્યાય..? તંત્ર ફરજ નિભાવતા નથી તેનું સામેનું મુખ્ય કારણ શું…?

રિધ્ધી પંચાલ, ભરૂચ.


Share

Related posts

અંકલેશ્વર : રાષ્ટ્રીય કાનુની સેવા સત્તા મંડળ દ્વારા કાનુની જાગૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

રાજકોટમાં યુવકે માતાને ઝેર આપી પોતે પણ ઝેરી દવા પી આપઘાત કર્યો

ProudOfGujarat

અંકલેશ્વર : ઇદે મિલાદના તહેવાર નિમિતે ગોયાબજાર ખાતે ઠંડા પીણાંનું વિતરણ કરાયુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!