બેખોફ તસ્કરોની માંગરોલના વેલાછા ગામે આવેલ ડિસ્ટ્રીક્ટ બેન્કના એ. ટી. એમ. ને માત્ર 15 મિનિટમા ગેસ કટરથી કાપી 8.90 લાખની રોકડની ચોરી કરી તસ્કરો રાતના અંધારામાં ગાયબ થઇ ગયા છે. હદ તો ત્યારે થઇ તસ્કરો જે ઇકો કાર લઈને આવ્યા હતા એ કારમા પંચર પડતા બેન્ક નજીક પાર્ક કરેલી ઇકો કારને લઇ ભાગી છૂટીયા હતા.
વેલાછા ગામે આવેલી સુરત કો. ઓપરેટીવ. ડિસ્ટ્રીક્ટ બેન્ક પર રાત્રે બે વાગ્યાંના અરસામાં ઇકો કાર લઈને તસ્કરો ત્રાટકયા હતા. આ તસ્કરો એટલા બેખોફ હતા કે માત્ર 15 મિનિટમાં જ બેન્કનું એ.ટી.એમ કાપી રોકડ રકમ લઇ ફરાર થઇ ગયા હતા. એ.ટી.એમ મા રોકડ ભરેલા બોક્ષ બેન્કથી 100 મીટરના અંતરે તસ્કરો નાંખી ફરાર થઇ ગયા હતા.
જે ઇકો કાર લઇને તસ્કરો આવ્યા હતા એ ઇકો કાર પણ રોડ પરથી મળી આવી હતી. જોકે ઇકો કારમાં પંચર પડ્યું હોવાથી તસ્કરોએ બેન્ક નજીક પાર્ક કરેલી અન્ય ઇકો કરની ઉઠાંતરી કરી ફરાર થઇ ગયા હતા.
વેલાછા ગામની આ ડિસ્ટ્રિક્ટ બેંકમાં આગાઉ પણ તસ્કરોએ ગેસ કટરથી એ ટી એમ મા ચોરીનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. જો બેન્ક સંચાલકોએ આ ઘટનાને ગંભીરતાથી લઇ સિક્યુરિટી ગાર્ડ જો મુક્યો હોત તો આજે આ ચોરી થઇ શકી ના હોત બેન્ક સંચાલકોની બેદરકારીના કારણે તસ્કરોને મોકળું મેદાન મળી ગયું છે, સુરત ગ્રામ્ય વિસ્તારમા ચોરી, લૂંટ, ચેન સ્નેચિંગ, ચીલઝડપ અને અસામાજિક તત્વોનો ઉપદ્રવ વધ્યો છે જે પોલીસ માટે પડકાર જનક છે. તસ્કરોની હિંમતતો જૂઓ જે કાર લઈને ચોરી કરવા આવ્યા હતા એ કારમા પંચર પડતા બેન્ક નજીક રહેતા સ્થાનિકની ઇકો કાર લઇને ભાગી છૂટીયા હતા તસ્કરોની આખી કરતૂત બેંકમાં લાગેલા સી.સી.ટી.વી મા કેદ થઇ છે.
વિનોદ મૈસુરિયા : વાંકલ