Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ જિલ્લાના પાલેજ પંથકમાં એક સપ્તાહના વિરામ બાદ પુનઃ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીથી વાતાવરણ આહલાદક બન્યું હતું.

Share

ભરૂચ જિલ્લાના પાલેજ નગર સહિત પંથકમાં મેઘરાજાની પુનઃ એક સપ્તાહના વિરામ બાદ ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. ગયા સપ્તાહમાં મેઘરાજાએ પધરામણી કરતા લોકો અને ખાસ કરીને ધરતીપુત્રો ખુશખુશાલ થઇ ગયા હતા. ત્યારબાદ વરસાદ ન વરસતા પુનઃ બાફ ઉકળાટથી નગરજનો ત્રસ્ત બન્યા હતા અને મેહુલિયો હેત વરસાવે એવી અપેક્ષા સેવી રહ્યા હતા.

ત્યારે રવિવારે રાત્રીના ૧૦.૪૫ વાગ્યાની આસપાસ પાલેજ નગર સહિત પંથકના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો અને કાળા ડીબાંગ વાદળોથી નગરનું આકાશ છવાઈ ગયું હતું. શીત લહેરો સાથે ગાજવીજ સાથે મેઘાએ ધબડાટી બોલાવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. વરસાદને પગલે બાફ ઉકળાટથી ત્રસ્ત નગરજનોને ગરમીમાં રાહત મળવા પામી હતી. પાલેજ પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યાના અહેવાલ સાંપડ્યા છે.

Advertisement

યાકુબ પટેલ, પાલેજ


Share

Related posts

રાજપીપળા : નર્મદા કલેક્ટર દ્વારા વિશિષ્ટ સેવાઓ બદલ ચૂનંદા કર્મયોગીઓને પ્રશસ્તિપત્ર એનાયત કરી પ્રોત્સાહિત કરાયાં.

ProudOfGujarat

રાજપીપલા : પારસી ટેકરા દેડીયાપાડા ખાતેથી ગેરકાયદેસર બાયોડિઝલ જેવુ જ્વલનશીલ પ્રવાહીનું લાખોની મત્તાનું કૌભાંડ ઝડપાયું.

ProudOfGujarat

અમદાવાદમાં જીએસપી ક્રોપ સાયન્સ કંપનીમાં એમોનિયા લીકેજ થતા ભારે અફરાતફરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!