ચોમાસાની શરૂઆત થઇ ગઈ છે જેથી ઠેર ઠેર પાણી ભરાવાના અને રોગચાળો ફેલાવાની સમસ્યાઓ સામે aavi રહી છે. યોગ્ય નિકાલ નહીં થતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવે છે ભરૂચ જિલ્લાની વાત કરીયે તો ભરૂચ જિલ્લામાં ખુલ્લી ગટરો અને પાણીના વહનથી સમસ્યાઓને કારણે ગટરો ઉભરાઈ છે અને દુર્ગંધથી ગંદકીનુ સામ્રાજ્ય સર્જાઈ છે ઓળીનો જમાવટો થવાને કારણે પાણી ખુબ દુર્ગંધ મારે છે અને મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે જેને કારણે રોગ ચારો ફેલાય તેવી દેહસ્ત હેઠળ લોકો જીવી રહયા છે. સાથે મચ્છરોનો ઉપદ્રવ પણ ખુબ થતો હોવાથી ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા રોગો વરાવર થતા હોય છે તેથી ભરૂચના નર્મદા એપાર્ટમેન્ટમાં છેલ્લા ઘણા સમય થી ગંદકીનું સામ્રાજ્ય વધી રહ્યું છે.સ્થાનિકોએ વારંવાર નગરપાલિકામાં રજૂઆતો કરવા છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી. જાણે તંત્ર ઘોર નિંદ્રામાં હોય અને સ્થાનિકોની સમસ્યાને ગણકારી રહ્યા હોય તેવો રોષ સ્થાનિકોએ વ્યક્ત કર્યો હતો.
રિધ્ધી પંચાલ, ભરૂચ