Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત : નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યોની ચૂંટણીમાં વિરોધ પક્ષના નેતા સાથે સિક્યુરિટી ગાર્ડે દાદાગીરી કરતા હોબાળો મચ્યો.

Share

સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યોની ચૂંટણી યોજાઈ હતી. જેમાં વિરોધ પક્ષના નેતા સાથે સિક્યુરિટી ગાર્ડે દાદાગીરી કરતા હોબાળો મચી ગયો હતો. નગર શિક્ષણ સમિતિની ચૂંટણી પહેલા જ ચર્ચા હતી કે કંઈક નવાજૂની થઈ શકે છે. આખરે પરિણામ આવતાની સાથે જ કોર્પોરેશનની કચેરીમાં જબરદસ્ત હોબાળો જોવા મળ્યો હતો. આ દરમિયાન આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોએ ચોર છે ભાઈ ચોર છે ભાજપ સરકાર ચોર છેના સૂત્રોચ્ચાર કર્યા હતા.

સુરત CR પાટીલ બૂટલેગર હતો અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં હવે દારૂના અડ્ડા ચાલુ કરશે, એટલે જ દારૂ વાળાને લાવ્યા છે, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ચૂંટણી બાદ એક યુવાન રોષમાં ભાન ભૂલ્યો હતો. ભાજપના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલને બૂટલેગર કહ્યા હતા. જોકે ભૂલનું ભાન થતાં માફી માંગી લીધી હતી.

સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 12 બેઠકમાંથી 4 બેઠક પર ભાજપના ઉમેદવાર બિનહરિફ થયા હતા. જ્યારે 8 સીટની ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાજપનો 6, ભાજપ પ્રેરિત 1 અપક્ષ અને 1 બેઠક આપને મળી છે. ભાજપે આખરે જે નિશાન તાક્યું હતું તે પાર પડી ગયું છે. તમામ કાવા દાવા વચ્ચે ભાજપ પ્રેરિત અપક્ષ ઉમેદવાર રાકેશ ભિકડીયાનો વિજય થયો હતો. આ પહેલા રાકેશ ભિકડીયાનો દારૂની મહેફિલ માણતા વિડીયો વાયરલ થયો હતો. રાકેશ ભિકડીયાના વિડીયો વાયરલ થયા બાદ શહેરભરમાં ઉમેદવારને લઈને ભાજપ ભીંસમાં મુકાયો હતો.
એક ઉમેદવારને આઠથી વધુ મત મળતા નિયમ મુજબ તેની ઉમેદવારી રદ થવાનું જાહેર થયું હતું. આપ દ્વારા જબરદસ્ત વિરોધ પ્રદર્શન જોવા મળ્યું હતું. સભાખંડની અંદર ગેટનો કાચ પણ તોડ્યો હતો. તેમજ એક ટેબલ પણ તોડી નાખ્યું હતું. તમામ સ્થિતિ એટલી હદે વણસી હતી કે સુરત કોર્પોરેશનની અંદર પોલીસ પણ પ્રવેશી હતી. સામાન્ય સંજોગોમાં કોર્પોરેશનમાં પોતાની જ સિક્યુરિટી હોય છે, તેમાં પોલીસ દખલ દેતી નથી. પરંતુ આ વખતે સ્થિતિ એટલી વણસી હતી કે પોલીસે કેટલાક આમ આદમી પાર્ટીના કોર્પોરેટર અને કાર્યકર્તાઓની અટક કરી હતી.

Advertisement

વિરોધ પક્ષના નેતા ધર્મેશ ભંડેરીએ આક્ષેપ કર્યો હતો કે સત્તાનો દુરુપયોગ કરીને સત્તા પક્ષ દ્વારા ખોટી રીતે બેલેટ પેપર સંતાડી દીધા હતા. વારંવાર રિકાઉન્ટિંગ કરવા રજૂઆત કરવા છતાં પણ અમારી સાથે અન્યાય કરવામાં આવ્યો છે. સત્તા પક્ષ દ્વારા ચૂંટણી પ્રક્રિયામાં ગેરરીતિ આચરી હોવાના કારણે એક અપક્ષ ઉમેદવારની જીત થઈ છે. સત્તાપક્ષ તાનાશાહી રીતે વ્યવહાર કરી રહ્યો છે.

જયદીપ રાઠોડ, સુરત.


Share

Related posts

અંકલેશ્વરની આર્ટસ અને કોમર્સ કોલેજ ખાતે નવરાત્રી ઉત્સવની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

ભરૂચ-આ બેદરકારીનો કોઈ ઉપાય ખરો.? સિવિલ હોસ્પિટલના નવા બાંધકામના નિર્માણ કાર્યમાં કામ કરી રહેલા કામદારોમાં સેફટીના સાંધાનનો અભાવ, તો બેઝમેન્ટ માં ફૂટે છે ઝરણા..!!જાણો વધુ

ProudOfGujarat

ભરૂચ : નર્મદા માર્કેટમાં ફેબ્રિકેશનમાં કામ કરતાં ઇસમની ચપ્પુના ઘા મારી હત્યાથી ચકચાર….!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!