Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરામાં વેક્સિન છે નહીં : પોલીસના જાગૃતિ અભિયાનમાં પી.આઇ. એ વેપારીઓને સરકારના આદેશ પ્રમાણે રસી લઇ લેવાની ચીમકી ઉચ્ચારી.

Share

એક તરફ વડોદરામાં વેક્સિન છે નહીં, વેક્સિનેશન સેન્ટરો બંધ કરવા પડે છે અને પોલીસ વેપારીઓને 30 જૂન સુધીમાં વેક્સિન લો નહીંતર દુકાનો બંધ કરવાની દમદાટી આપી રહી છે. સરકારના આદેશ મુજબ 30 જૂન સુધીમાં નાના-મોટા વેપારીઓ વેક્સિન નહીં લે તો તેઓની દુકાનો, પથારા, લારીઓ બંધ કરાવી દેવામાં આવશે’ તેવી વેપારીઓને વડોદરાના સિટી પોલીસ સ્ટેશનના પી.આઇ વી.આર.વાણીયાએ ચીમકી ઉચ્ચારી હતી.

ઉલ્લેખનિય છે કે, કોરોનાની સંભવિત ત્રીજી લહેર પહેલા 100 ટકા વેક્સિનેશનની કામગીરી પૂર્ણ થઇ જાય તે માટે કેન્દ્ર સરકાર દ્વારા 21 જૂનથી વેક્સિનેશન મહા અભિયાન શરૂ કરવામાં આવ્યુ છે, જેના ભાગરૂપે વડોદરા મહાનગરપાલિકા દ્વારા પણ 260 કેન્દ્ર શરૂ કરીને વેક્સિનેશન અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે વડોદરાના તમામ લોકો વેક્સિન લઇ લે તે માટે શહેર પોલીસ તંત્ર પણ જોડાયું છે, પણ આ જાગૃતિ અભિયાનમાં પોલીસ વેપારીઓને 30 જૂન સુધીમાં વેક્સિન લઇ લેવાની ચેતવણી આપી રહી છે.

Advertisement

આજે વડોદરા શહેરના સિટી પોલીસ વિભાગ દ્વારા પોલીસ સ્ટેશનની હદમાં આવતા વિસ્તારોમાં લાઉડ સ્પીકર દ્વારા એનાઉન્સમેન્ટ કરી વેક્સિન લેવા માટે લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા. જેમાં ખાસ કરીને સિટી પોલીસ સ્ટેશનની હદમાં આવતા મંગળ બજાર અને નવા બજાર સહિતના વિસ્તારોમાં ધંધો રોજગાર કરતા પથારાવાળા, લારીઓવાળા તેમજ નાની-મોટી દુકાનો ધરાવતા વેપારીઓને વેક્સિન ન લીધી હોય તો વેક્સિન લઇ લેવા માટેની ફરજ પાડવામાં આવી હતી.

સિટી પોલીસ મથકના પોલીસ અધિકારી વી.આર.વાણીયાએ જણાવ્યું હતું કે સરકારનો આદેશ છે કે, 30 જૂન સુધી તમામ લોકોએ વેક્સિન લઈ લેવી લેવાની રહેશે. ત્યારે સિટી પોલીસ સ્ટેશન દ્વારા તમામ નાના મોટા વેપારીઓ વેક્સિન લઈ લે તે માટે આજે સવારથી પોલીસ મથક વિસ્તારમાં જાગૃતિ અભિયાન કરવામાં આવ્યું હતું. આજના જાગૃતિ અભિયાન પછી પણ નાના, મોટા વેપારીઓ તેમજ પથારાવાળા અને લારીવાળા 30 જૂન સુધીમાં વેક્સિન નહીં લે તો તેઓના વેપાર, રોજગાર બંધ કરાવી દેવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.


Share

Related posts

અંકલેશ્વર ખાતે વૃક્ષા રોપણ કરી વિશ્વ પર્યાવરણ દિવસ ની ઉજવણી કરવામાં આવી*

ProudOfGujarat

હાંસોટના ઈલાવ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે તાલુકા કક્ષાનો TB દર્દીઓ માટે કેમ્પ યોજાયો.

ProudOfGujarat

ભરૂચનાં મિલેનીયમ માર્કેટ પાંચબત્તીને જોડતા રસ્તા પર 66 કેવીની લાઈન નાંખતા તૂટી ગયેલા રસ્તાનું સમારકામ ન થતા રહીશોને હાલાકી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!