Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયા જીઆઇડીસી ગુલબ્રાન્ડસન ટેકનોલોજીસ પ્રાઇવેટ લિમિટેડની કંપની દ્વારા સીએસઆર હેઠળ કમ્પ્યુટર લેબ તથા પ્લાન્ટેશન કરાયુ.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા ખાતેની જીઆઇડીસીમાં આવેલ ગુલબ્રાન્ડસન ટેકનોલોજીસ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની દ્વારા ઝઘડિયા તાલુકાના અલગ અલગ ગામોમાં સીએસઆર એક્ટિવિટી હેઠળ વિવિધ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. હાલમાં કંપની દ્વારા સી.એસ.આર અંતર્ગત સરકારી માધ્યમિક શાળા કપલસાડીમાં કોમ્પ્યુટર લેબ શરુ કરવામાં આવી હતી. કંપની દ્વારા શાળામાં ૨૬ કોમ્પ્યુટરની લેબ અને સ્માર્ટ બોર્ડ આપવામાં આવ્યા હતા. આ કોમ્પ્યુટર લેબ પ્રોજેકટને સારી રીતે ચલાવવા માટે કોમ્પ્યુટર શિક્ષકની પણ કંપની તરફથી નિમણૂક કરવામાં આવી હતી.

આ પ્રસંગે ડી.ઈ.ઓ. એન.એમ મહેતા, કંપનીના ડાયરેક્ટર ઉપેન્દ્ર ઠક્કર, સિદ્ધાર્થ કુમાર સિંગ, માતંગ પારેખ, અનીષ કચ્છી, ઋષિત પ્રજાપતિ તેમજ શાળાના આચાર્ય જાગૃતીબેન તથા શિક્ષક સમુદાય ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત કંપની દ્વારા પર્યાવરણ ક્ષેત્રે ગ્રીનબેલ્ટ ડેવલોપમેન્ટ પ્રોજેકટ અંતર્ગત સેલોદ ગામે ગ્રામ પંચાયતની ગૌચર જમીનમાં ૧૫૦૦ જેટલા ફળાઉ પ્લાન્ટનું વાવેતર કરવામાં આવી રહ્યું છે. આ પ્રોજેક્ટના ઉદ્ઘાટનમાં ઓફિસર મીનાબેન પરમાર, ફોરેસ્ટ ઓફિસર ઋષિરાજભાઈ અને કંપનીના ડાયરેક્ટર ઉપેન્દ્ર ઠક્કર, અનીશ કચ્છી, સિદ્ધાર્થ કુમારસિંગ, માતંગ પારેખ તથા સેલોદ ગામના સરપંચ માઇકલભાઈ અને પંચાયતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરુચ

Advertisement

Share

Related posts

સુરત : ઇન્ડિયન પ્રીમીયર લીગ – 2020 ટુર્નામેન્ટમાં કિંગ્સ ઇલેવન પંજાબ વિરુદ્ધ મુંબઈ ઇન્ડિયન ટીમની ક્રિકેટ મેચ ઉપર સટ્ટાનો જુગાર રમતા આરોપીને સુરત શહેર પોલીસે ઝડપી પાડયો.

ProudOfGujarat

ભરૂચ : પે આઉટમાં વધારાની માંગ સાથે ઝોમેટો રાઇડર્સ હડતાળ ઉપર ઉતર્યા

ProudOfGujarat

કરનાળી જુથ ગ્રામ પંચાયત બહારથી આવતા પ્રવાસીઓ તેમ જ અસ્થિ વિસર્જન કરવા કરનાળી આવતા લોકો માટે પ્રતિબંધ ફરમાવ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!