ભારતના ઐતિહાસિક સ્વતંત્ર્ય સંગ્રામના આંદોલનમાં અમર શહીદ પામેલા ભગત સિંહ, વીર રાજગુરુ અને સુખદેવના દેશ પ્રત્યેના બલિદાનને મોટા અને નાના બદલો દરેક વ્યક્તિ જાણે છે. તે સમયમાં ગુકરત પ્રદેશ કોમગ્રેસ સમિતિના અગ્રણી હાર્દિક પટેલ 2 દિવસ અગાઉ ભગતસિંહના વતન ખટકળકલા અને પાકિસ્તાન પંજાબ બોર્ડર પર સ્થિત હુસૈનવાળા ગામમાં ભગત સિંહ, વીર રાજગુરુ અને સુખદેવના સમાધિ સ્થળ પર પહોંચ્યા હતા અને તે સ્થળ કોઈ તીર્થસ્થળથી ઓછું નથી તેવું જણાવામાં આવ્યું હતું.
સરકાર દ્વારા કમાણીના ભાગરૂપે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને અન્ય કેટલાય સ્થળોને વિકસિત કરવામાં આવી રહ્યા છે પરંતુ ભારત માટે બલિદાન આપનાર વીર જવાનોને હાલ સુધી ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા નથી જેથી આ ક્યાંનો ન્યાય ? ચર્ચાનો વિષય બન્યો છે.
જેને પગલે ગુજરાત કોંગ્રેસના અગ્રણી કાર્યકર્તા હાર્દિક પટેલે મોદી સરકારને વિનંમ્રતાથી વિનંતી કરી હતી કે ભારત સરકાર ભગત સિંહ, વીર રાજગુરુ અને સુખદેવને ભારત રત્નથી સન્માનિત કરે અને વીરપુત્રોની સમાધિ સ્થળને તીર્થ સ્થળમાં નિર્માણ કરે જેમ સરકાર દ્વારા ગુજરાતનાં કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું સરદાર પટેલની યાદગીરી સ્વરૂપે નિર્માણ કરવામાં આવ્યું હતું તે જ઼ રીતે હુસૈનવાળા જગ્યા માટે પણ ગ્રાન્ટ ફાળવે તેવી રજુઆત પત્ર દ્વારા કરવામાં આવી હતી. જો મોદી સરકાર દ્વારા કોઈ કામગીરી હાથ ધરવામાં નહીં આવે તો હાર્દિક પટેલ પોતાના પ્રયત્નો સદંતર ચાલુ રાખશે અને લેખિત રજુઆતો કરશે.