Proud of Gujarat
GujaratFeaturedINDIA

વડોદરા : મહિલાને વીડિયો કોલ કરી કપડાં ઉતારવાનું કહી વિડીયો બનાવનાર વૃદ્ધ વકીલની ધરપકડ.

Share

આખા શહેરમાં હાલ એક વૃદ્ધ વકીલની ભારે ચર્ચા થઇ રહી છે. શહેરનાં ગોત્રી વિસ્તારમાં રહેતા 70 વર્ષનાં વકીલનાં એક યુવતી સાથે વાયરલ થયેલા ન્યૂડ વીડિયોનાં સંદર્ભમાં ગોત્રી પોલીસે વકીલ અને વીડિયો વાયરલ કરનાર પત્ની સામે ગુનો દાખલ કર્યો છે. વકીલની પત્નીએ આ વીડિયો યુવતીનાં પતિને મોકલ્યો જે બાદ આ આખો કેસ સામે આવ્યો છે.

પતિએ આ અંગે પરિણીતાને પૂછતા તેણે આખી વાત જણાવી હતી જે બાદ પોલીસ સ્ટેશનમાં આ અંગેની ફરિયાદ પણ નોંધાવી છે. વડોદરાના વૃદ્ધ વકીલે મહિલાને ધમકી આપીને વીડિયો કોલિંગ વખતે નગ્ન થવા ફરજ પાડીને તેને રેકોર્ડ કર્યો હતો અને તે વીડિયો વકીલે પત્નીના મોબાઇલથી વાઇરલ કર્યો હતો.

Advertisement

જેને પગલે પોલીસે છેડતી, ધમકી આપવા અને આઇટી એક્ટ હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. તાજેતરમાં એક વૃદ્ધ વકીલ અને એક મહિલાના નગ્ન અવસ્થામાં અશ્લીલ ચેડાં કરતો વીડિયો વાઇરલ થયો હતો. આ વીડિયો વાઇરલ થયા બાદ ગોત્રી પોલીસ મથકમાં મહિલાએ ફરિયાદ નોંધાવી હતી. આ બાબતે ગોત્રી વધુ તપાસ શરૂ કરી હતી.

મહિલાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, વર્ષ 2012 માં તેઓએ ગ્રેજ્યુએટનો અભ્યાસ શરૂ કર્યો હતો. ત્યારબાદ ગોત્રી વિસ્તારમાં રહેતા વકીલ તેઓના ઘરે આવતા હતા અને તું એલ.એલ.બી કરી લે હું તને વકીલાત શીખવાડી દઈશ તેમ કહેતા હતા. વૃદ્ધ વકીલના કહેવા મુજબ તેઓએ એલ.એલ.બી નો અભ્યાસ શરુ કર્યો હતો અને વૃદ્ધ વકીલના હાથ નીચે પ્રેક્ટિસ શરૂ કરી હતી. તેઓ ઘર નજીક રહેતા હોવાથી મહિલાના ઘરે અવારનવાર આવતા હતા. અને ઘરે કોઈ ના હોઈ ત્યારે બીભત્સ માંગણી કરી શારીરિક અડપલાં કરતા હતા. મહિલાનું લગ્નજીવન સારી રીતે ચાલતું હતું ત્યારે જ વૃદ્ધ વકીલે તેમના ઘરે આવી મહિલાના પતિનો નંબર મેળવ્યો હતો અને તેમને એક વીડિયો મોકલ્યો હતો.

જે વીડિયો અગાઉનો હોવાનું જાણવા મળતા મહિલાએ તેમની સમગ્ર વ્યથા પતિ સામે વર્ણવી હતી. મહિલાએ ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. બ્લેકમેલ કરીને મહિલાનો બિભત્સ વીડિયો ઉતાર્યા બાદ વાઇરલ કરનાર વકીલની ગોત્રી પોલીસે ધરપકડ કરી છે.


Share

Related posts

અંકલેશ્વર ગડખોલ પાટિયા નજીક ગેરકાયદેસર દબાણો દૂર કરાયા.

ProudOfGujarat

ગોધરા સિવીલ હોસ્પિટલ ખાતે વિશ્વ નર્સિંગ ડે ની ઉજવણી કરવામાં આવી.

ProudOfGujarat

ભરૂચ : અંકલેશ્વરના અમરતપુરા ગામ પાસે એરસ્ટ્રીપ શરૂ કરાશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!