ભરૂચને જોડતા નેશનલ હાઇવે નંબર 48 પર દરરોજ કોઈના કોઈ અકસ્માતના કિસ્સા સામે આવતા હોય છે. જેમાં કેટલાય લોકોના મૃત્યુ તો કેટલાકને ગંભીર ઈજાઓ થતી હોય છે.
પરંતુ ભરૂચ જિલ્લાની બહાર આવેલ કવીન ઓફ એન્જલ સ્કૂલ પાસે ગત રાત્રીના સમયગાળા દરમિયાન એક ટ્રક કોઈ અગમય કારણોસર ડ્રાઈવરે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને રાત્રીના સમયગાળામાં નસીબે કોઈ જાનહાની પહોચી ન હતી, ટ્રાફિકજામની સમસ્યા ન થાય તે માટે પોલીસ દ્વારા ડાયવર્જન આપવામાં આવ્યું હતું.
હાઇવે પેટ્રોલિંગના જવાનો બાતમી મળતા તેઓ ઘટના સ્થળે તાત્કાલિક ધોરણે પહોંચી ગયા હતા સાથે સ્થળ પર શોધખોળ કરતા ડ્રાઇવર હાજર રહ્યો ન હતો. જેને કારણે ભરૂચ પોલીસને જાણ કરતા પોલીસનો કાફલો ઘટનાસ્થળ પર પહોંચી ગયો હતો અને સદંતર કાર્યવાહી શરૂ કરી દીધી હતી પરંતુ ડ્રાઈવર ઘટના સ્થળેથી ફરાર શા કારણે થયો છે તે વાત ચર્ચાનું કેન્દ્ર બન્યું છે.