પંચમહાલના ગોધરાના બીજેપી ધારાસભ્ય સી.કે.રાઉલજી અને તેમના પુત્ર ને જાનથી મારી નાખવાની ધમકી આપનાર પ્રવિણ ચારણને બે વર્ષ સુધી આઠ જિલ્લાઓમાંથી તડીપાર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી પંચમહાલ જિલ્લાના પોલીસ અધિક્ષક ડૉ લીના પાટીલ દ્વારા જિલ્લામાંથી માથાભારે શખ્સો વિરુદ્ધ તડીપાર કરવા માટે નાયબ પોલીસ અધિક્ષક સી સી ખટાણા ને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી ત્યારે આજ રોજ ગોધરા તાલુકાના પોલીસ ઈન્સ્પેકટર એમ કે ખાંટ એ ગોધરા તાલુકા વિસ્તારના વાવડી ખુર્દ ગામે રહેતા પ્રવીણભાઇ ઉર્ફે પી.કે નારણભાઈ ચારણ (ગઢવી ) એ સ્થાનીક લોકોને મારામારી કરવા તેમજ ધાક ધમકી આપવાના ગુનામાં સંડોવાયેલા હતો આથી આવા માથાભારે શખ્સ વિરૃધ્ધ જી. પી. એક્ટ કલમ 56 (ખ) મુજબ હદપાર ની દરખાસ્ત કરી સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટ ગોધરા ને મોકલેલ જે દરખાસ્ત મજુર થતાં તેને પંચમહાલ, દાહોદ, મહીસાગર, ખેડા, છોટાઉદેપુર, વડોદરા, રૂલર વડોદરા, શહેર, આણંદ, વગેરે કુલ આઠ જિલ્લા માથી બે વર્ષ માટે તડીપાર કરી ગુન્હો ડિટેઇન કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
પંચમહાલ રાજુ સોલંકી