ઝઘડિયા તાલુકા જીઆઇડીસીને જોડતા મોર તળાવથી તલોદરા ગામો વચ્ચેના માર્ગ પર એક સાંકળુ નાળુ આવેલ છે. આ નાળુ ખુબ નીચુ હોવાથી ચોમાસામાં નાળા ઉપરથી પાણી જાય છે. નાળુ મોટું બનાવવા આ પંથકના ગામોની જનતામાં માંગ ઉઠવા પામી છે. મોર તલાળથી તલોદરા ગામને જોડતા માર્ગ પર આવેલી ખાડી પરનું નાળુ નીચુ હોવાથી ચોમાસામાં જીઆઇડીસીમાં કામે જતા કામદારો ઉપરાંત સ્થાનિક જનતાને મોટી હાલાકિ ભોગવવી પડે છે. મોર તળાવ ગામના સરપંચે આ બાબતે અવારનવાર લેખિત તેમજ મૌખિક રજુઆતો કરવા છતાં કોઇ પરિણામ આવ્યુ નથી. હાલ ચોમાસું શરુ થયુ છે. ચોમાસા દરમિયાન સામાન્ય વરસાદે પણ નાળા પરથી પાણી વહેતુ હોય છે. ત્યારે ઝઘડીયા વાલિયા તાલુકામાંથી જીઆઇડીસીમાં કામે જતા કામદારો તેમજ સ્થાનિક જનતાના હિતમાં તાકીદે નાળુ મોટુ બનાવવા ઘટતુ કરાય તેવી લોકમાંગ ઉઠવા પામી છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ
Advertisement