Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેકટ સી-પ્લેન પ્રોજેકટ છેલ્લા અઢી મહિનાથી બંધ…

Share

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેકટ સી-પ્લેન પ્રોજેકટ છેલ્લા અઢી મહિનાથી બંધ છે. ૫૦ વર્ષ જૂનું સી પ્લેન રિપેર કરીને ચલાવે છે. ગત એપ્રિલ
મહિનાના પ્રથમ વીકમાં છેલ્લે સી-પ્લેને ઉડાન ભરી હતી, ત્યારબાદ માલદિવ્સ મેન્ટેનન્સ માટે ગયું હતું જે હજી સુધી હજુ પરત ફર્યું નથી, તો આ સેવા પાછળ સરકારે કરોડો રૂપિયા ખર્ચી નાખ્યા પણ સુવિધા અને સેવા નિયમિત ચાલતી નથી.

છેલ્લે સી-પ્લેન ૮ એપ્રિલ-૨૦૨૧ના રોજ અમદાવાદથી કેવડિયા આવ્યું હતું વારંવાર મેઇન્ટેનન્સ બાદ છેલ્લે સી-પ્લેન ૮ એપ્રિલ-૨૦૨૧ ના રોજ અમદાવાદથી કેવડિયા આવ્યું હતું. ત્યાર બાદ ૧૭ એપ્રિલ ૨૦૨૧ ના રોજ સી- પ્લેન અમદાવાદથી માલદિવ્સ ગયું તે હજી પરત આવ્યું જ નથી. કોરોના કાળમાં સેવા બંધ થઇ તે ફરી ચાલુ થઇ નથી. આજે અઢી મહિના થયા પણ આધિકારીઓને પણ ખબર નથી કે, આ સેવા ક્યારે શરૂ થશે. નવા અધિકારીઓ આ સેવા ચાલુ કરાવે એવી પ્રવાસીઓમાં માગ ઉઠી છે. માંડ ૨૦ થી ૨૫ ઉડાનો ભરીને સી-પ્લેન મેઇન્ટેનન્સ માટે માલદિવ્સ મોકલાયું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે દેશમાં પ્રથમ વાર ગુજરાતના અમદાવાદથી કેવડિયા વચ્ચે નવેમ્બર-૨૦૨૦માં સેવા શરૂઆત કરવામાં આવી હતી, જેને ૩૧ ઓક્ટોબર-૨૦૨૦ ના વડાપ્રધાને સફર કરીને વિવિધતા પ્રવાસીઓ માટે ખુલ્લી મૂકી હતી, પરંતુ, માંડ ૨૦ થી ૨૫ જેટલી ઉડાન ભરીને સી-પ્લેન મેઇન્ટેનન્સ માટે માલદિવ્સ મોકવામાં આવ્યું હતું. સી-પ્લેનના. મેઇન્ટેનન્સની સુવિધા અમદાવાદમાં શરૂ કરવાના તંત્રએ દાવાઓ કર્યા, પણ સુવિધા ઉભી ન કરતા દર એક-દોઢ મહિને મેઇન્ટેનન્સ માટે માલદિવ્સ મોકલવામાં આવે છે.

Advertisement

ફ્લાઈંગ અવર પૂરા થતાં ફ્લાઈટ ઓપરેટર સ્પાઈસ જેટે સી-પ્લેનને માલદિવ્સ મોકલ્યુ હતુ. હાલ રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો થતાં મુલાકાતીઓ માટે કેવડિયા ખોલી દેવાયું છે. છતાં સી-પ્લેન ત્રણ મહિને પણ પરત નથી આવ્યું. હવે કોરોના કેસ ઘટવા છતાં હજી સુધી સી-પ્લેનનું સંચાલન ક્યારથી શરૂ કરવું તેનો કોઈ નિર્ણય લેવાયો નથી, તેવુ તંત્ર દ્વારા જાણવા મળ્યું છે, ત્યારે સી-પ્લેન ક્યારે શરૂ થશે, તેની પ્રવાસીઓ રાહ જોઈ રહ્યા છે.

અમદાવાદથી કેવડિયા સી પ્લેન સેવા 8 એપ્રિલના રોજ બંધ થઈ હતી જે હવે ચોમાસામાં પણ થાય તેવી શક્યતા દેખાતી નથી. સરદાર પટેલની જન્મ જયંતિ 31 મી ઓક્ટોબર 2020 ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરેલી દેશની પ્રથમ પેસેન્જર “સી” પ્લેન સેવા શરૂ કરી હતી. “સી” પ્લેન સેવા કોરોના કાળ દરમિયાન 8 એપ્રિલમાં બંધ થઈ હતી જે ચોમાસામાં પણ શરૂ નહિ થાય. હવે પ્રવાસીઓ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિત અન્ય પ્રવાસન સ્થળો ખુલ્લા તો મુકાયા પણ “સી” પ્લેન સેવા હજુ પણ  બંધ છે.

ત્યારે આ અંગે મળતી વિગત અનુસાર ચોમાસામાં પણ સી પ્લેન સેવા શરૂ નહિ થાય કારણ કે આ વિસ્તારમાં પવન અને વાદળછાયું વાતાવરણ હોઈ છે જેના કારણે ચોમાસામાં સી પ્લેન સેવા નહિ શરૂ થાય ઉપરાંત કોરોનાંની ત્રીજી વેવ પણ આવશે એવી આગાહી પણ છે. ત્યારે તે પરિસ્થિતિ જોયા બાદ જ સી પ્લેન શરૂ થશે એટલે હાલ તો આ સેવા શરૂ થાય તેવી કોઈ શકયતાઓ નથી. અત્યારે કેવડિયા આવેલું સી પ્લેન માલદિવમાં છે. આમ પ્રવાસીઓ માટે સી પ્લેનમાં ઉડવાનું સ્વપ્ન હાલ તો પૂરું થાય તેમ નથી

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

ઝઘડીયા તાલુકાનાં વણાકપોર ગામે જુગાર રમતા ચાર ઇસમો ઝડપાયા બે નાસી છુટયા.

ProudOfGujarat

વડોદરામાં સર્વેશ્વર મહાદેવની સુવર્ણ જડિત પ્રતિમા દર્શન માટે ખુલ્લી મુકાઈ

ProudOfGujarat

 ભરૂચ જિલ્લા તેમજ શહેરના તમામ પત્રકારમીત્રો માટે તેમજ તેમના પરિવાર માટે સૌ પ્રથમવાર મફત તબીબી ચેકઅપ કેમ્પ નું આયોજન કરાયું 

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!