ભરૂચ જિલ્લામાં સૂરત અને વડોદરાની વચ્ચે ને.હા ૪૮ પર અવારનવાર વાહનો વચ્ચે માર્ગ અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે કેટલીક ઘટનાઓમાં લોકો જીવ ગુમાવે છે તો કેટલીક ઘટનાઓમાં સદનસીબે કોઈ જાનહાનિ ના બનાવો બનતા નથી એ જ પ્રકારની ઘટના આજે સવારે સર્જાઈ હતી.
ને.હા ૪૮ પર પાલેજથી કરજણ વચ્ચેના હાઇવે ઉપર બે ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાયો હતો, અકસ્માતમાં એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો હતો અને ટેમ્પોની કેબીનમાં ફસાઈ જતા ૧૦૮ એમ્બ્યુલસના કર્મીઓ તેમજ ઉપસ્થિત લોકોએ તેનું રેસ્ક્યુ હાથધરી તેને સારવાર અર્થે પહોંચાડ્યો હતો.
હાઇવે ઉપર માર્ગ વચ્ચે જ બે ટેમ્પો ભટકાતા એક સમયે ભારે ટ્રાફિક જામના દ્રશ્યોનું નિર્માણ થયું હતું, જોકે સ્થાનિકો અને પાલેજ પોલીસની મદદથી ગણતરીના સમયમાં વાહન વ્યવહારને ખુલ્લો મુકવામાં આવ્યો હતો, જેથી અકસ્માત બાદ સર્જાયેલ ટ્રાફિકમાં ફસાયેલ અનેક લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
ભરૂચ : ને.હા 48 પાલેજ, કરજણ વચ્ચે બે ટેમ્પો વચ્ચે અકસ્માત, એક વ્યક્તિનું ટેમ્પો કેબીનમાં ફસાતા કરાયું રેસ્ક્યુ.
Advertisement