હિંદુ ધર્મમા પતિના લાંબા આયુષ્ય માટે વટ સાવિત્રી વ્રત કરવામાં આવે છે. દર વર્ષે આ વ્રત દેશના થોડા ભાગમાં વૈશાખ મહિનાની અમાસના દિવસે તો થોડા ભાગમાં જેઠ મહિનાની પૂનમના દિવસે કરવામાં આવે છે. પરંતુ સ્કંદ પુરાણ અને ભવિષ્યોત્તર પુરાણમા જેઠ મહિનાની પૂનમના દિવસે જ આ વ્રતને કરવાનું વિધાન છે. આ વખતે વટ સાવિત્રી વ્રત માટે ખૂબ જ સારો સંયોગ બની રહ્યો છે. આ વખતે આજરોજ વટ સાવિત્રી વ્રત ઉજ્વ્વામા આવ્યો.
આ દિવસ, તિથિ, વાર અને નક્ષત્રના સંયોગથી સર્વાર્થસિદ્ધિ યોગ બની રહ્યો છે. ત્યાં જ સૂર્ય-ચંદ્રની સ્થિતિ દ્વારા સિદ્ધ નામનો એક શુભ યોગ પણ બનશે. આ વ્રત રાખવાથી પતિ ઉપર આવતા સંકટ દૂર થાય છે અને આયુષ્ટ લાંબુ થાય છે. એ જ નહીં જો લગ્નજીવનમાં કોઈ પરેશાની ચાલી રહી હોય તો આ વ્રતના પ્રતાપથી દૂર થાય છે. પરિણીત મહિલાઓ પોતાના પતિની લાંબી ઉંમર અને સુખદ લગ્નજીવનની કામના કરીને વડના ઝાડની નીચે પૂજા-અર્ચના કરે છે.
આ દિવસે સાવિત્રી અને સત્યવાનની કથા સાંભળવાનું વિધાન છે. માન્યતા છે કે આ કથા સાંભળવાથી મનગમતા ફળની પ્રાપ્તિ થાય છે. પૌરાણિક કથા પ્રમાણે સાવિત્રી મૃત્યુના દેવતા યમરાજ પાસેથી પોતાના પતિ સત્યવાનના પ્રાણ પાછા લાવી હતી. પરણિત મહિલાઓ સૌભાગ્યની પ્રાપ્તિ અને પતિના લાંબા આયુષ્ય માટે આ વ્રત કરે છે.
આ વ્રતને ખૂબ જ શ્રદ્ધા ભાવથી રાખવામાં આવે છે. ધાર્મિક પૌરાણિક કથા અનુસાર સાવિત્રીએ યમરાજથી પોતાના પતિના પ્રાણોની રક્ષા કરી હતી. ત્યારે માન્યતા પણ છે કે આ વ્રતને કરવાથી પરણિત જીવન સુખમય બની રહે છે અને ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે. વટ સાવિત્રી વ્રત અથવા તો વટ પૂર્ણિમાનું વ્રત હિન્દૂ ધર્મમાં પરણિત મહિલાઓ માટે ખૂબ જ ખાસ માનવામાં આવે છે. માન્યતા છે કે આ વ્રત રાખવાથી પતિનું આયુષ્ય લાંબું હોય છે અને સંકટ દૂર થાય છે.. માનવામાં આવે છે કે દાંપત્ય જીવનમાં ચાલી રહેલી મુશ્કેલીઓ પણ આ વ્રતને રાખવાથી દૂર થઇ જાય છે.
આ કારણ છે કે પરણિત મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય અને સુખદ લગ્ન જીવનની કામના સાથે વટ એટલે કે વડના વૃક્ષની નીચે પૂજા-અર્ચના કરે છે. ધાર્મિક માન્યતા છે કે વટના વૃક્ષની નીચે સાવિત્રીના પતિ સત્યવાનને જીવનદાન મળ્યુ હતું. આ જ કારણ છે કે આ વ્રતમાં વટનાં વૃક્ષની પૂજા કરે છે આ સાથે જ વટ પૂર્ણિમાના અવસરે સાવિત્રી અને સત્યવાનની કથા સાંભળવામાં આવે છે.
રિધ્ધી પંચાલ , ભરુચ.