ઉમરપાડા તાલુકા મથક ખાતે ભાજપ સંગઠનના કાર્યકરો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી નિર્વાણ દિન નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ઉમરપાડા તાલુકા પંચાયતના પ્રમુખ શારદાબેન ચૌધરીના નિવાસ્થાને આ કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે ભાજપના વરિષ્ઠ આગેવાનોએ ભારતીય જનસંઘના સ્થાપક ” એક ભારત શ્રેષ્ઠ ભારત ” ના પ્રણેતા તથા”એક દેશ મે દો વિધાન (બંધારણ) દો નિશાન(ધ્વજ), દો પ્રધાન નહીં ચલેગે, નહીં ચલેગે,” નો નારો સમગ્ર દેશમાં બુલંદ કરનાર અને પાર્ટીના પ્રેરણા સ્ત્રોત ડો.શ્યામા પ્રસાદ મુખર્જી ના સિદ્ધાંતો સંકલ્પોને યાદ કર્યા હતા. તાલુકાના સંરપચો, અને પાર્ટીના વરિષ્ઠ સામાજિક આગેવાનોએ પુષ્પાંજલી અર્પણ કરી હતી.
વિનોદ મૈસુરિયા : વાંકલ
Advertisement