દેડીયાપાડા તાલુકાના સોલીયા ગામે આર.સી.સી. રસ્તાઓ સારી ગુણવત્તાવાળા ન બનાવવાના મામલે બબાલ, ઝપાઝપીનો બનાવબનવા પામ્યો છે જેમાં ચાર ઈસમો સામે ડેડીયાપાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.
આ અંગે ફરિયાદ ફરીયાદી દિનેશભાઇ રતનભાઇ વસાવા (ઉ.વ.આ.૨૭ ધંધો-ખેતી મજુરી રહે-સોલીયા સોસાયટી ફળીયુ તા. દેડીયાપાડા -)એ આરોપીઓ ૧) ચૈતરભાઇ નવલભાઇ વસાવા તથા (૨) હરેશભાઇ દીલીપભાઇ વસાવા તથા (3) અજયભાઇ ચૈતરભાઇ વસાવા તથા (૪) રીપ્લેશભાઇ ચૈતરભાઇ વસાવા (તમામ રહે-સોલીયા તા. દેડીયાપાડા જી-નર્મદા)સામે ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદની વિગત અનુસાર આરોપી ચૈતરભાઇ નવલભાઇ વસાવા રહે-(સોલીયા તા.દેડીયાપાડા જી-નર્મદા)સોલીયા ગામમાં સારી ગુણવત્તા વાળા આર.સી.સી. રસ્તા બનાવતા ન હોય જે બાબતે ફરીયાદી કહેવા જતા આરોપી ચૈતરભાઇએ આરોપી હરેશભાઇ દીલીપભાઇ વસાવાને ફરી. વિરૂધ્ધ ઉશ્કેરણી કરતા આરોપી હરેશભાઇએ તા.૧૧/૦૬/૨૦૨૧ ના રોજ ફરી.ને ગમે તેવી મા-બેન સમાણી ગાળો આપી ઝપાઝપી કરેલ તથા તા.૧૧/૦૬/૨૦૨૧ ના રાતના અરસામાં આરોપી ચૈતરભાઇએ ફરી.ના. મોબાઇલ ફોનમાં ફોન કરી આરોપી અજયભાઇ ચૈતરભાઇ વસાવા તથા આરોપી રીપ્લેશભાઇ ચૈતરભાઇ વસાવા (બંન્ને રહે-સોલીયા તા.દેડીયાપાડા )એ આરોપી ચૈતરભાઇનું ઉપરાણુ લઇ ગમે તેવી મા-બેન સમાણી ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી એકબીજાની મદદગારી કરી ગુનો કરતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જ્યોતિ જગતાપ, રાજપીપલા