એક પુસ્તક એ સો મિત્રોની ગરજ સારે છે એ કહેવત આપણે બધા જાણીએ છીએ..પુસ્તકોનું માનવીના જીવન ઘડતર પર ખૂબ મોટો પ્રભાવ પડે છે..પણ આજના આધુનિક યુગમાં આ કહેવત ભુલાઈ ગઇ હોય તેવું લાગી રહ્યું છે.
આજના સમયમાં મનુષ્ય ટેકનોલોજીની નજીક અને પુસ્તકોથી દૂર થઈ ગયો છે. પુસ્તકોનું સ્થાન મોબાઈલ, કોમ્યુટર અને લેપટોપે લઈ લીધું છે..અને તેનું એક કારણ એ પણ છે કે બાળક જ્યારે 6 મહિનાનું હોય ત્યારથી તેના હાથમાં મોબાઈલ આપી દેવમાં આવે છે અને તેને લઈને નાનાં નાનાં ટેણીયાઓને પણ મોબાઈલનું એડીક્શન લાગી ગયું છે. પરંતુ સુરતના એક 10 વર્ષીય બાળક પ્રાંશું રાવલ આ બધાથી વિપરીત છે.
તેને પુસ્તક વાંચવાનો ખૂબ જ શોખ છે. તેણે 6 વર્ષની ઉંમરથી પુસ્તક વાંચવાનું શરૂ કર્યું હતું. તેણે અત્યાર સુધીમાં 500 થી વધુ પુસ્તકો વાંચી નાખ્યા છે. લોકડાઉનમાં પણ તેનો સમય પુસ્તક વાંચવામાં જ પસાર કર્યો હતો. અને અમુક પુસ્તકો તો તેણે 4 થી 5 વાર વાંચી નાંખ્યા છે અને તેનું કહેવું છે કે દરેક બાળકોએ રોજ થોડો સમય પુસ્તક વાંચવા માટે આપવો જ જોઈએ.
જયદીપ રાઠોડ, સુરત