રાજ્યમાં એકબાજુ દારૂ મુદ્દે દંગલ થઈ રહ્યુ છે ત્યારે બુટલેગરો ખુલ્લેઆમ બબાલ કરતા જોવા મળી રહ્યા છે. બુટલેગરોને ના સરકારો ડર છે ના કાનૂનનો. તેઓ બેફામ બન્યા છે. સુરત શહેર અને જિલ્લામાં મારામારી અને દારૂના વેપલાના બનાવો ખુલ્લેઆમ થઇ રહ્યા છે. સ્થાનિકોને સાથે બુટલેગરોને જાણે કોઈ પોલીસ તંત્રનો કોઈ ભય રહ્યો નથી તે રીતે બનાવો સર્જાઈ રહ્યા છે. તેવામાં એવી જ એક ઘટના લાલગેટ વિસ્તારમાંથી સામે આવી હતી. જેથી આસપાસના વિસ્તારમાં ચકચાર મચી જાય તેમ સુરતમાં બુટલેગરો અને સ્થાનિક વચ્ચે મારામારીની ઘટના સર્જાઈ હતી.
સુરતમાં બુટલેગરી ખુલ્લેઆમ સોસાયટી મહોલ્લાઓમાં દારૂનું વેચાણ કરી રહ્યા છે જેને કારણે આસપાસ રહેતા સ્થાનિકોને ઘણી મુશ્કેલી સર્જાતી હોય છે દારૂ ખરીદનારાઓની સંખ્યામાં વધારો થતો હોવાથી કોઈ હોનારત થવાનો ભય સ્થાનિકોને સતાવતો રહે છે જેને પગલે લાલગેટ વિસ્તારમાં ખુલ્લા પ્લોટમાં દારૂ નો વેપલો કરતા વિવાદ સર્જાયો હતો. રામપુરા વિસ્તારમાં બુટલેગરનો વિરોધ કરતા સ્થાનિકને માર મારવામાં આવ્યો હતો. જેમાં બુટલેગરે બે સ્થાનિકોને માર મારતો વિવાદ નજીકમાં આવેલ સી. સી. ટી. વી. કેમેરામાં કેદ થઇ ગયો હતો.
જયદીપ રાઠોડ, સુરત.