Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : હાંસોટ પોલીસે નામદાર બીજા. એડી. ચીફ જ્યુડી. મેજી. કોર્ટનાં કેસના સજા કરેલ આરોપીને ઝડપી પાડયો.

Share

ભરૂચ નામદાર બીજા એડી. ચીફ જ્યુડી. મેજીના કોર્ટમાં નેગોસીએબલ ઇન્સ્ટુમેન્ટ એક્ટ મુજબમાં કેસમાં ઠરાવ તારીખે આરોપી કોર્ટમાં હાજર રહેલ ન હોવાથી આરોપી અમિનેષકુમાર ભોગીલાલ મોદી રહે, કાઝી ફળિયું હાંસોટ ભરૂચને એક વર્ષની સાદી કેદની સજાનો હુકમ નામદાર કોર્ટે રજૂ કર્યો હતો જેમાં અમીનેષ કુમારને હાંસોટમાંથી ઝડપી પાડવામાં આવ્યો હતો.

મળેલ બાતમીને આધારે શાલિભદ્ર ફાયનાન્સ કંપની લિમિટેડના આસિસ્ટન્ટ બ્રાન્ચ મેનેજર અલ્પેશભાઈ બાબુભાઇ રામી રહે, આશીર્વાદ કોમ્પ્લેક્ષ હાંસોટની કંપનીમાંથી આઈઓપી અમીનેષકુમારે સ્પેલન્ડર પ્રો વાહન ખરીદવા માટે લોન લીધી હતી. જે લોનના હપ્તા આરોપીએ નિયમિત રીતે ભર્યા ન હોવાથી ફરિયાદીએ લોનના પૈસા આરોપી પાસે માંગ્યા હતા.

Advertisement

જેની સામે આરોપીએ અન્ય બેંકનો રૂ.1,586/- નો ચેક આપ્યો હતો પરંતુ તેના ખાતામાં પૈસા ન હોવાને કારણે ચેક બાઉન્સ થયો હતો. જેમાં ફરિયાદીએ નામદાર બીજા એડી. ચીફ જ્યુડી. મેજીના ઓની કોર્ટમાં નેગોસીએબલ ઇન્સ્ટયુમેન્ટ એક્ટ મુજબમાં કેસ નોંધાવ્યો હતો અને તેની સામે આરોપીને એક વર્ષની સાદી કેદની સજા કરવામાં આવી હતી. જેની હાંસોટ ખાતેથી ધરપકડ કરવામાં આવી હતી.


Share

Related posts

ગોધરા નગરપાલિકા દ્વારા સફાઇ કરી નિકાલ કરવામાં આવતા કચરામાં 5 ટનનો ઘટાડો નોંધાયો.

ProudOfGujarat

આગામી વર્ષથી યુનિવર્સિટીઓમાં ચાર વર્ષનો યુજી ડિગ્રી કોર્સ લાગુ કરાશે.

ProudOfGujarat

અમદાવાદ : ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં પ્રજ્ઞેશ પટેલની જામીન અરજી પર સુનાવણી ટળી, જાણો શું છે કારણ?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!