Proud of Gujarat
GujaratFeaturedINDIA

વડોદરા તાલુકાના પોર સ્થિત બળીયાદેવ મંદિર પાસે વહેતી ઢાઢર નદી પર રૂપિયા ચાર કરોડના ખર્ચે કોઝ વે નું નિર્માણ કરાશે.

Share

વડોદરા તાલુકાના પોર સ્થિત સરકાર હસ્તક આવેલું સુપ્રસિદ્ધ બળીયાદેવ મંદિર પાસે વહેતી ઢાઢર નદી પર સાદો બ્રિજ (કોઝ વે) નું રૂપિયા ચાર કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવશે. બ્રિજ મંજૂર થતા બળીયાદેવ મંદિર ખાતે દર્શન માટે આવતા શ્રદ્ધાળુઓમાં હર્ષની લાગણી વ્યાપી જવા પામી છે.

ઉપરોક્ત બ્રિજ યાત્રાળુઓની સવલત માટે મદિરના સ્વભંડોળમાંથી રૂપિયા ચાર કરોડના ખર્ચે કરવાની સરકાર તરફથી સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે બળીયાદેવના મંદિરે જવા માટે પોર ગામમાંથી જવુ પડતુ હતુ અને બજારમાં ટ્રાફિકની સમસ્યા થતી હતી. હવે બ્રિજ મંજૂર થતા બ્રિજનું કાર્ય પૂર્ણ થશે ત્યારે શ્રદ્ધાળુઓને તેમજ ગ્રામજનોને પડતી મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે.

Advertisement

યાકુબ પટેલ, કરજણ


Share

Related posts

રાજપીપળાના સંગીતકાર શિવરામ પરમારે રેડીયો યુનિટી 90 એફએમ ની મુલાકાત લીધી.

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં ઓરી-રૂબેલા રસીકરણ અભિયાન હેઠળ ૪.૮૨ લાખ બાળકોને આવરી લેવાશે

ProudOfGujarat

સુરેન્દ્રનગર જિલ્લામાં બાઇક ચોરીના ગુનાઓને અટકાવવા માટે પોલીસે રીઢા ગુનેગારો સામે ગેંગ કેસ કરવાનું અભિયાન હાથ ધર્યુ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!