ગોધરાની જાણીતી, શેઠ પી.ટી.આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે તા. 22-6-2021 ના રોજ કોવિડ19 વેક્સિનેશન કેમ્પ યોજાયો હતો જેમાં ખુબ જ ઉત્સાહપૂર્વક 170 થી પણ વધૂ વિદ્યાર્થીઓએ કોવિડ 19 રસી મુકાવી હતી. કાર્યક્રમમાં ગોવિંદ ગુરુ યુનિ. ના કુલપતિ પ્રોફેસર પ્રતાપસિંહ ચૌહાણ સાહેબે ખાસ હાજરી આપી હતી અને વિદ્યાર્થીઓને વેક્સિનેશન માટે પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે ખાસ વિદ્યાર્થીઓને રસી લીધા પછી પણ માસ્ક પહેરવું, ઉપરાંત સોસિયલ ડિસ્ટન્સ જાળવવા ખાસ અપીલ કરી હતી.
પ્રિન્સિપાલ ડો. એમ બી પટેલે આપનો દેશ કોરોનાને હરાવસે તેમજ યુવાનો આ કાર્યમાં આગળ આવે તેવું આહ્વાન કર્યું હતું. પ્રોગ્રામનું સમગ્ર મેનેજમેન્ટ વ્યવસ્થા કોલેજના એનએસએસ વિભાગ દ્વારા કરાઇ હતી. જેમાં એનએસએસ ના સ્વયં સેવકો દ્વારા રજીસ્ટ્રેશન ઉપરાંત રસી લેનાર વિદ્યાર્થીઓ અને તેમના માતા પિતાને ઓનલાઈન રજીસ્ટ્રેશનમાં પણ મદદ કરી હતી. કોલેજ તરફથી રસી લેનાર દરેક વ્યક્તિને બિસ્કિટ તથા એક એક બોલ પેન પણ અપાઈ હતી. કાર્યક્રમમાં લો કોલેજ ગોધરાના આચાર્ય ડો.અપૂર્વ પાઠક, પોલિટેકનિક હાલોલના આચાર્ય ડો. ભોલંદા ઉપરાંત મોટી સંખ્યામાં અધ્યાપકો અને વિદ્યાર્થીઓએ રસીકરણનો લાભ લીધો હતો અને રસીકરણને સફળ બનાવ્યું હતું. સમગ્ર પ્રોગ્રામનું આયોજન, આસી.પ્રોફેસર બોટની અને પ્રોગ્રામ ઓફિસર એન.એસ.એસ. ડો. રૂપેશ નાકર દ્વારા થયું હતું. કાર્યક્રમને સફળ બનાવવા હિસ્ટ્રી વિભાગના ડો. સુરેશ ચૌધરી, સ્પોર્ટ્સ વિભાગના હંસાબેન ચૌહાણ સહિતના અધ્યાપકોએ જહેમત ઉઠાવી હતી.
પંચમહાલ રાજુ સોલંકી
ગોધરા : શેઠ પી.ટી.આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ અને NSS વિભાગના સહયોગથી વેક્સિનેશન કેમ્પ યોજાયો.
Advertisement