Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત : રાહુલ ગાંધી આવતીકાલે સુરત આવે તેવી શકયતા : કોંગી નેતાઓએ કાર્યકર્તાઓ સાથે બેઠક કરી.

Share

સુરતની સીજીએમ કોર્ટમાં આવતી કાલે મોઢવણિક સમાજે કરેલાં બદનક્ષીના કેસમાં કોગ્રેસના નેતા રાહુલ ગાંધી કોર્ટ મુદતમાં હાજર રહે તેવી સંભાવના સુત્રોએ વ્યકત કરી છે. આ કેસ સંદર્ભે આજે ગુજરાત હાઈકોર્ટમાં સ્ટેની માંગણીની સૂનાવણી પણ હાથ ધરવામાં આવે તેવી સંભાવના છે.

આજથી ત્રણેક વર્ષ પહેલા કર્ણાટક ખાતે લોકસભાની ચૂંટણી પ્રચાર સભામાં કોગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા મોઢ વણિક સમાજ સંદર્ભે બદનક્ષીકારક ઉચ્ચારણ કર્યા હતા. જેથી સુરતી મોઢવણિક સમાજના પ્રમુખ તથા સુરતના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિનો દાવો કર્યો છે. હાલમાં સુરતની ચીફ કોર્ટમાં ચાલતી આ કેસની કાર્યવાહી દરમિયાન અગાઉ આરોપી રાહૂલ ગાંધીએ સુરત કોર્ટમાં હાજર રહીને ગુનાના આક્ષેપોને નકારી કેસ કાર્યવાહીનો સામનો કરવાની તૈયારી દાખવી હતી. આરોપીના બચાવપક્ષે કીરીટ પાનવાલાએ કોર્ટ મુદતમાં કાયમી હાજરીમાંથી આરોપીને મુક્ત કરવાની માંગને કોર્ટે મંજુરી આપી હતી. બીજીતરફ હાઈકોર્ટમાં પણ સ્ટેની માગણી કરવામાં ઇવી હતી. જેની આજે હાઈકોર્ટ સમક્ષ સુનાવણી હાથ ધરવામાં આવે તેવી વિગતો સાંપડી છે.

અત્રે નોધનીય છે કે આ કેસમાં ફરિયાદના વેરીફીકેશન બાદ દસ્તાવેજી ઈલેક્ટ્રોનિક પૂરાવા ફરિયાદ પક્ષે રજૂ કર્યા બાદ આવતીકાલે તા.24 જુલાઈએ આ કેસ ફર્ધર સ્ટેટમેન્ટના સ્ટેજ પર છે. જેમાં આરોપી રાહુલ ગાંધીને હાજર રહેવાનુ છે. જો હાઈકોર્ટમાંથી સ્ટે મળવાની સંભાવનાને પગલે આવતી કાલે ફરી એકવાર રાહુલ ગાંધી સુરત કોર્ટમાં હાજર રહેશે કે કેમ તેના અંગે અવઢવ છે.

Advertisement

જયદીપ રાઠોડ, સુરત.


Share

Related posts

ગુજરાતમાં હોટલ, જીમ અને શોપિંગ સેન્ટર ખુલ્લા રાખવા મુદ્દે રાજ્ય સરકારની મોટી જાહેરાત.

ProudOfGujarat

ગોધરાના બહારપુરા વિસ્તારમાં ભરાયેલી અત્યંજ પરિષદની ઇતિહાસ ઝાંખીની સાક્ષી રુપે આજે પણ તકતી હયાત છે.

ProudOfGujarat

ગૌચર તેમજ આદિવાસીઓની જમીનો હડપ કરતા ભુમાફિયાઓ સ‍ામે પગલા ભરવા ઝઘડીયાના ધારાસભ્યની માંગ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!