ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમીતભાઈ ચાવડાના સુચના અને પરિપત્ર અનુસંધાને કાલોલ તાલુકા અને કાલોલ શહેર કોંગ્રેસ સમિતિની અગત્યની મીટીંગનું આયોજન કાલોલ સરદાર ભવન ખાતે પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અજીતસિંહ ભાટી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મંત્રી રફીક તિજોરીવાલા જિલ્લા કોંગ્રેસના મહામંત્રી અને કાલોલના નિરીક્ષક ઉમેશ શાહની ઉપસ્થિતિમાં યોજાયેલી,
જેમાં પ્રદેશ કોંગ્રેસ સમિતિના પરિપત્ર મુજબ ત્રણ વર્ષથી વધુ સમયથી રહેલ તાલુકા શહેર કોંગ્રેસ પ્રમુખની જગ્યાએ સર્વસંમતિથી અને અભિપ્રાયથી પેનલ નક્કી કરવા કોર્ડીનેટર સંયોજકો બાકી નિમણૂકો પૂર્ણ કરી જિલ્લા પંચાયત બેઠક અને શહેરમાં વોર્ડ બેઠક મુજબ પ્રદેશ સમિતિએ સોપેલ કામગીરી સમય મર્યાદામાં પૂર્ણ કરવી. તમામ ગ્રામ્ય પ્રમાણે શહેર વોર્ડ મુજબ 11 સંનિષ્ઠ કાર્યકરોની સંગઠન રચના કરવી આગામી વિધાનસભા ચૂંટણીને લક્ષમાં લઈ સંગઠન ચૂંટણીલક્ષી કામગીરી ગ્રામ્ય વિસ્તાર સુધી વિસ્તારી અને વિધાનસભા લડવા ઇચ્છતા ઉમેદવારોએ અત્યારથી વિસ્તારમાં સક્રિય રહી પ્રજાના નાના-મોટા પ્રશ્નો મુશ્કેલીઓ નિવારવા ઉપરાંત કાર્યક્રમો ગોઠવી લોકસંપર્ક ઝડપથી બનાવવા અંગે નિષ્ક્રિય હોદ્દેદારો તથા સંગઠન સેલ સંગઠન વિગેરેમાં નવા યુવાનોને તક આપી કોંગ્રેસ વિચારસરણી સાથે જોડાવા મહિલા કોંગ્રેસ યુવા કોંગ્રેસ સેવાદળ એન.એસ.યુ.આઈ સોશિયલ મીડિયા જેવા વિવિધ સાથી સંગઠનોની પ્રવૃત્તિ વેગવંતી કરી ખાલી જગ્યા હોય ત્યાં નવનિયુક્ત કરવી જેવી બાબતે પક્ષની મળેલી મિટિંગમાં ઉપયોગી જરૂરી ચર્ચા વિચારણા થયેલ. મિટિંગમાં તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરવતસિંહ પરમાર, શહેર પ્રમુખ અશોક ઉપાધ્યાય, બકી નીરવ પટેલ, પ્રદીપ સિંહ પરમાર, ગુલસીંગ રાઠવા, તેજેન્દ્ર પઢીયાર, ભાવસિંહ પરમાર, દિલીપ ચૌહાણ, નરવતસિંહ ચૌહાણ, ભુપેન્દ્રસિંહ ખેર, રાજુ દવે, નસીબદાર રાઠોડ સહિત ખૂબ મોટી સંખ્યામાં પક્ષના આગેવાનો હોદેદારો કાર્યકરો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
પંચમહાલ રાજુ સોલંકી