સમગ્ર ભરૂચ શહેરમા લગભગ 2 વર્ષ અગાઉ જ CCTV કેમેરા લગાવવામા આવ્યા હતાં, તૌક્તે વાવઝોડાને 1 મહિના ઉપરનો સમય થઇ ગયો છે. ભરૂચ શહેર અને હાઇવે ઉપર વિશ્વાસ પ્રોજેકટ હેઠળ લગાવેલા CCTV કેમેરાની કેટલાક સ્થળે તાઉ-તે વાવાઝોડાએ દશા અને દિશા બદલી નાંખી હતી.
સેફ એન્ડ સિક્યોર પ્રોજેકટ હેઠળ ભરૂચ શહેર અને હાઇવે ઉપર 580 લગાવેલા કેમેરા પૈકી કેટલાક 60 કી.મી ઝડપે ફૂંકાયેલા વાવાઝોડામાં હલી ગયા છે. વાવઝોડાને 1 મહિનાનો સમય વીતી જવા છતા હજી ફરી ગયેલા કેમેરા કે નમી ગયેલા પોલને વ્યવસ્થિત કરવામાં આવ્યા નથી.
ભરૂચ શહેરમાં તાઉ-તે વાવાઝોડાના પગલે 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતા વૃક્ષો, વીજ થાંભલા સહિત સરકારી અને ખાનગી મિલકતોની પણ નુકશાન થયું હતું. શહેરના વિવિધ પોઇન્ટ, સર્કલ, મુખ્ય માર્ગો અને વિસ્તારોમાં વિશ્વાસ પ્રોજેકટ હેઠળ એડવાન્સ ટેકનોલોજીના લગાવેલા કેમેરાઓ સાથે તેના ઉભા કરાયેલા થાંભલાઓને પણ નુકશાન થયું છે.
શહેરના કેટલાક સ્થળો અને સર્કલો ઉપર તાઉ-તે વાવાઝોડામાં નમી ગયેલા કે ફરી ગયેલા CCTV હજી પણ જૈસે થે હાલતમાં નજરે પડી રહ્યા છે. જ્યારે એક-બે સ્થળે તો તેના પોલ અને કેમેરાને પણ નુકશાન થયું હોવાનું જણાય રહ્યું છે. વાવાઝોડામાં CCTV ની દશા અને દિશા ફરી ગઈ હોય તેને વહેલી તકે દુરસ્ત કરાઈ તે કાયદો-વ્યવસ્થા જાળવવા માટે જરૂરી બન્યું છે. પરંતુ ભરૂચના તંત્ર દ્વારા હાલ કોઇ કામગીરી હાથ ધરવામા આવી નથી.
રિધ્ધી પંચાલ, ભરુચ