સમગ્ર રાજ્યમાં કોરોના રસીકરણ મહાઅભિયાનનો શુભારંભ કરાવવામાં આવ્યો છે, કોરોનાની સંભવિત ત્રીજી લહેર સામે દેશના તમામ નાગરિકોને સુરક્ષિત કરવા માટે દેશના પ્રધાનમંત્રી દ્વારા કોરોના રસીકરણના મહાઅભિયાનનું આહવાન કરવામાં આવ્યું હતું, જેને લઇને સમગ્ર રાજ્યમાં વિશ્વ યોગ દિવસના ઉપલક્ષમાં વેક્સિનેશનના મહાઅભિયાનનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો.
જીલ્લાના તાલુકાઓમા પણ આ અભિયાનનો પ્રારંભ કરવામા આવ્યો છે. કોરોના વેક્સિનેશન માટે નાગરીકો સજાગ બને એવા ઉદ્દેશ સાથે કોવિડ વેક્સિનેશન મહાઅભિયાનનો રાજ્યવ્યાપી શુભારંભ અંતર્ગત ગોધરા તાલુકાના અંબાલી મુકામે વેક્સીનેશન મહાઅભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો, સાથે સાથે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરી સ્વસ્થ સમાજ નિમાર્ણ કરવાનો સંકલ્પ લેવામા આવ્યો હતો.જીલ્લા પંચાયતના પ્રમુખ કુ. કામીનીબેન સોલંકી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. રસીકરણ અભિયાનમા વેક્સિન લેવાપાત્ર લાભાર્થીઓને વેક્સિન લેવા સુચનો કરવામા આવ્યા હતા.
પંચમહાલ રાજુ સોલંકી