સુમુલ ખેડૂત અગ્રણી દર્શન નાયકે વડાપ્રધાન અને રાષ્ટ્રપતિને પત્ર લખીને સુુમુલ ડેરીના વહીવટમાં એક હજાર કરોડનું કૌભાંડ થયાનો આક્ષેપ કરી તપાસની માંગ કરી છે. દર્શન નાયકે લખેલા પત્રમાં જણાવ્યું છેકે, વર્ષ 2020માં સુમુલ ડેરીની ચૂંટણી સમયે તત્કાલિન ચેરમેન રાજુ પાઠક સામે માનસિંહ પટેલે ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા હતા. પરંતુ ચૂંટણી બાદ માનસિંહ સુમુલ ડેરીના ચેરમેન અને રાજુ પાઠક વાઇસ ચેરમેન બનતા આ પ્રકરણમાં ભીનું સંકેલાઇ ગયું હતું. એક હજાર કરોડની લોન લઇ બિન જરૂરી યોજના પર ખર્ચ કરવામાં આવ્યો છે. જેનાથી સંસ્થાના હજારો પશુપાલકો અને સભ્યો પર ભારણ આવ્યું છે.’
સુરત સુમુલના ચેરમેન માનસિંહ પટેલે જણાવ્યું હતું કે,‘ જે તે વખતે 1050 કરોડની લોનની ફરિયાદ કરી હતી. તે સમયે બિન જરૂરી લેખાતા પ્રોજેક્ટને હવે સફળ બનાવવા પ્રયત્ન કરી રહ્યા છીએ.સાથે સુમુલના વાઇસ ચેરમેન રાજુ પાઠકે જણાવ્યું હતું કે, ‘મારા પર આક્ષેપવાળી તે વાત ખૂબ જ જૂની છે. જ્યારે મારી પર આક્ષેપ કરવામાં આવ્યા ત્યારે પણ મેં કહ્યું હતું કે, તપાસ કરો તો જ દુધનું દુધ અને પાણીનું પાણી થશે. હજી પણ તપાસ કરે તો મને કોઈ વાંધો નથી
જયદીપ,રાઠોડ,સુરત.