Proud of Gujarat
FeaturedGujaratINDIA

પંચમહાલ : મીઠાલી ગામે રેડ કરીને ખેતરમા ઉગાડેલા ગાંજા છોડના ૧૬ કિલોના જથ્થા સાથે એક ઈસમની શહેરા પોલીસે કરી અટકાયત.

Share

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના મીઠાલી ગામે ડાંગરીયા ફળીયામાં રહેતા ઈસમના ખેતરમા ગલગોટાના ફુલના છોડની વચ્ચે ગેરકાયદેસર રીતે ઉગાડેલો ગાંજાના ૧૦ નંગ છોડ સહિત ૧૬ કિલોથી વધુનો ૧,૬૧,૨૦૦ લાખ રૂપિયાનો જથ્થો શહેરા પોલીસની ટીમે બાતમીના આધારે ઝડપી પાડીને આરોપી ઈસમની અટકાયત કરીને ગૂનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સુત્રો પાસેથી મળતી વિગતો અનુસાર શહેરા પોલીસની ટીમને બાતમી મળી હતી કે મીઠાલી ગામે ડાંગરીયા ફળીયામાં રહેતા ઈસમે પોતાના ખેતરમા વાડો બનાવીને ગાંજાનુ વાવેતર કર્યુ છે. આથી પોલીસ મીઠાલી ગામે બાતમી જગ્યાએ પહોચી હતી. જ્યા બેઠેલા ઇસમનૂ નામ પુછતા દલસૂખભાઈ સાયબાભાઈ બારીયા જણાવ્યુ હતૂ. પોલીસે મકાનની પાસે અડીને આવેલા વાડામાં તપાસ કરતા ગલગોટાના ફુલના છોડ અને ટીંડોળાના વેલ ચઢાવેલા હતા તેની વચ્ચે થોડા થોડા અંતરે ગાંજાના આઠ ફૂટ સુધીના છોડ નજરે પડ્યા હતા. પોલીસે ગાંજાના છોડનો ૧૬.૧૨૦ કીલો વજન સહિતનો કુલ ૧,૬૧,૨૦૦ રૂપિયાનો મૂદ્દામાલ જપ્ત કર્યો હતો. આરોપી ઇસમને પોલીસે આ ગાંજાના છોડના બીજ ક્યાથી લાવ્યો હતો તે બાબતે પુછતા કોઈ યોગ્ય જવાબ ન આપ્યો હતો. પોતે ગાંજો વાવ્યા બાદ પીવાની કેફીયત જણાવી હતી. પોલીસે આરોપીની અટકાયત કરીને એન.ડી.પી.એસ મુજબ ગુનો નોધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

પંચમહાલ રાજુ સોલંકી


Share

Related posts

અંકલેશ્વર તંત્રની આખરે આંખ ખૂલી : ૨ અકસ્માતની ઘટના બાદ સુરવાડી ઓવરબ્રિજની સાઈડ ઉપર રેલિંગ લગાવવાની કામગીરી શરૂ.

ProudOfGujarat

નવમા નોરતે અમદાવાદ જિલ્લા સહિત રાજ્યભરની આંગણવાડીમાં નવદુર્ગા બાલિકા પૂજન કરાશે

ProudOfGujarat

ભરૂચમાં વિવિધ સ્થળોએ શહિદ દિનની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!