Proud of Gujarat
FeaturedGujaratINDIA

વધતી મોંઘવારી સામે ભરૂચમાં મહિલા કોંગ્રેસ આક્રમક, સરકાર વિરોધી સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરાતા પોલીસે કરી અટકાયત..!

Share

દેશભરમાં અચ્છે દિનનો વાયદો કરી સત્તા પર આવેલ મોદી સરકારની નીતિઓ સામે હવે કોંગ્રેસ આક્રમક અંદાજમાં જોવા મળી રહી છે. પેટ્રોલ, ડીઝલના વધતા ભાવ સહિત ગેસ સિલિન્ડર, તેલ સહિતની વિવિધ ચીજ વસ્તુઓના ભાવ આસમાને પહોંચ્યા છે.

વધતા જતા ભાવ વધારાના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોનું બજેટ પણ ખોરવાયું છે, ત્યારે સરકારની નીતિઓ સામે આજે ભરૂચમાં મહિલા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, પાંચબત્તી સર્કલ વિસ્તારમાં મહિલા કોંગ્રેસની કાર્યકરોએ હાથમાં પોસ્ટરો લઇ ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા.

મહિલા કોંગ્રેસની કાર્યકરોએ રસ્તા પર ઉતરી આવી વિરોધ કરતા એક સમયે પાંચબત્તી વિસ્તારમાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા જે બાદ વિરોધ કરી રહેલ કાર્યકરોની પોલીસે ધરપકડ કરી હતી, મહિલા કોંગ્રેસની કાર્યકરોએ સરકાર વહેલી તકે તમામ વસ્તુઓ પરથી ભાવ વધારો પાછો ખેંચે તેવી માંગ ઉચ્ચારી હતી.

Advertisement

Share

Related posts

ભરૂચ : ઉમલ્લા નજીકના ધોલેખામ ગામે ચુંટણીની અદાવતે મારામારીના બે બનાવ બન્યા.

ProudOfGujarat

ભરૂચના અંતરિયાળ વિસ્તારોમાં ટ્રાફિકના નિયમો નેવે મૂકી દોડતા ભારદાર વાહનો આપી રહ્યા છે અકસ્માતને આમંત્રણ.

ProudOfGujarat

ઝઘડીયા ખાતે સરસ્વતી વિદ્યામંદિર શાળામાં વાલી સંમેલન યોજાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!