મોટિવેશનલ થોટથી હિંદુઓનું ધર્મપરિવર્તન કરાવનારા બે મૌલાનાને યુપી ATS એ લખનઉથી પકડ્યા છે. ATS ની ટીમ લગભગ ચાર દિવસથી તેમની પૂછપરછ કરી પુરાવા એકઠા કરી રહી હતી. પાકિસ્તાન ગુપ્તચર એજન્સી ISI તેને ફંડિંગ કરતું હતું.પકડાયેલા મૌલાના જહાંગીર અને ઉમર ગૌતમ લખનઉ સ્થિત એક મોટી મુસ્લિમ સંસ્થા સાથે જોડાયેલા છે.
ATS અધિકારીઓ મુજબ, આ ગરીબ હિંદુઓને નિશાન બનાવતા હતા. અત્યારસુધીમાં લગભગ એક હજાર લોકોના ધર્મપરિવર્તન કરાવ્યા છે, જેમાં મોટી સંખ્યામાં મૂક-બધિર અને મહિલાઓ સામેલ છે. રામપુરના એક ગામમાં બે હિંદુ બાળકોને પરાણે ખતના કરાવીને તેમનું ધર્માંતરણ કરાવવામાં પણ એક મૌલાનાની સંડોવણી સામે આવી છે. બંને પશ્ચિમી યુપીના રહેવાસી છે, જેને વિદેશથી સંચાલિત એક મુસ્લિમ સંગઠન ફંડિંગ પણ કરી રહ્યું હતું. ATS તેમના વિશે જાણકારી એકઠી કરી રહ્યા છે. બંને મૌલાના દાવા ઈસ્લામિક સેન્ટરના નામથી સંસ્થા ચલાવે છે. 3 જૂનના રોજ દિલ્હીના ડાસના મંદિરમાં બે મુસ્લિમ યુવકોએ પૂજારી પર હુમલાનો પ્રયાસ કર્યો હતો. બંનેને જ્યારે પકડવામાં આવ્યા તો મૌલાના ઉમર અને જહાંગીર અંગે જાણકારી મળી હતી. આ મૌલાના નોઈડા ડેફ સોસાયટીમાં સંચાલિત મૂક-બધિર સ્કૂલના છાત્ર-છાત્રાઓને ફોસલાવીને કે પ્રલોભન આપીને ધર્મપરિવર્તન કરાવી ચૂક્યા છે. ધર્મપરિવર્તિત એક હજાર મહિલાઓનાં બાળકોની યાદી મળી છે. કાનપુર, બનારસ અને નોઈડામાં પણ તમામ બાળકો, મહિલાઓના ધર્મપરિવર્તન કરાવવામાં આવ્યા છે. કાનપુરના એક બાળકને સાઉથના કોઈ શહેરમાં લઈ જવાયું છે. તેના વિશે STF ભાળ મેળવી રહી છે.