Proud of Gujarat
GujaratFeaturedINDIA

AAP માં જોડાયા પૂર્વ IPS કુંવર વિજય પ્રતાપ સિંહ, CM કેજરીવાલે કહ્યું- હવે પંજાબ ઈચ્છે છે બદલાવ.

Share

પંજાબ વિધાનસભા ચૂંટણી માટે રાજકીય પક્ષોએ હવે કમર કસી લીધી છે. આ જ કડીમાં દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના પ્રમુખ અરવિંદ કેજરીવાલ સોમવારે અમૃતસર પહોંચ્યા. અહીં અરવિંદ કેજરીવાલની હાજરીમાં પૂર્વ આઈપીએસ કુંવર વિજય પ્રતાપ સિંહે આમ આદમી પાર્ટી જોઈન કરી.અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને કહ્યું કે હું’ પંજાબમાં પૂર્વ પોલીસ અધિકારી કુંવર વિજય પ્રતાપ સિંહનું આમ આદમી પાર્ટીમાં તેમની પ્રમાણિક છબી માટે સ્વાગત કરું છું. સમગ્ર પંજાબ હવે બદલાવ ઈચ્છે છે. એક જ આશા છે ‘આપ’.

કુંવર સાહિબનું સમર્થન પંજાબના લોકોની આ આશાને વધુ મજબૂત કરશે.અત્રે જણાવવાનું કે કુંવર વિજય પ્રતાપ સિંહની ગણતરી પંજાબ સરકારના ભરોસાપાત્ર ઓફિસરોમાં થતી રહે છે. પરંતુ કોટકપૂરા અને બહિબલ કલા ગોળીકાંડની તપાસ માટે બનેલી SIT ના પ્રમુખ કુંવર વિજય પ્રતાપ સિંહે થોડા સમય પહેલા રાજીનામું આપી દીધુ હતું. કોંગ્રેસ નેતા નવજોત સિદ્ધુ અંગે ચાલી રહેલી અટકળો પર અરવિંદ કેજરીવાલે કહ્યું કે તેઓ એક વરિષ્ઠ કોંગ્રેસ નેતા છે અમે તેમનું સન્માન કરીએ છીએ. અરવિંદ કેજરીવાલે કહ્યું કે પૂર્વ આઈપીએસ કુંવરજી કોઈ નેતા નથી, ન હું કોઈ નેતા છું. તેઓ પ્રમાણિકતાથી કામ કરવા માટે અમારી સાથે આવ્યા છે. અરવિંદ કેજરીવાલે હાલની કેપ્ટન સરકાર પર નિશાન સાધતા કહ્યું કે પંજાબની સરકાર અહીં કોઈ બદલાવ લાવી શકી નથી, અમારી પાર્ટી આ ફેરફાર કરીને બતાવશે. કોઈની સાથે ગઠબંધન પર જ્યારે સવાલ થયો તો કેજરીવાલે કહ્યું કે જો આમ થશે તો મીડિયાને જરૂર જણાવીશું.

Advertisement

આ અગાઉ પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે પંજાબ પોલીસના પહેલાના એસઆઈટી રિપોર્ટને ફગાવ્યો હતો. આ એસઆઈટી ફરીદકોટ જિલ્લામાં ગુરુ ગ્રંથ સાહિબના કથિત અપમાનને લઈને 2015માં કોટકપૂરામાં પ્રદર્શન કરી રહેલા લોકો પર પોલીસના ફાયરિંગની તપાસ કરી રહી હતી.


Share

Related posts

અંકલેશ્વર ખરોડ ચોકડી નજીક ટ્રક અને એસ.ટી બસ વચ્ચે અકસ્માત સર્જાયો.

ProudOfGujarat

નડિયાદ નજીકથી કારમાં અમદાવાદ લઈ જવામાં આવતો દેશી દારૂના જથ્થા સાથે એક ઈસમ ઝડપાયો

ProudOfGujarat

વાંકલ : માંગરોળના ઝંખવાવ ગામે એલોપેથિક સારવારની ડિગ્રી વિના દર્દીઓના આરોગ્ય સાથે ચેડા કરતો ડોક્ટર ઝડપાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!