Proud of Gujarat
FeaturedGujaratINDIA

અમરેલી : સાવરકુંડલા ખાતે મહિલા સામખ્ય શિક્ષણ વિભાગ દ્વારા વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી: મોટી સંખ્યામાં મહિલાઓ તથા કિશોરી ઉપસ્થિત રહી

Share

સાવરકુંડલા ખાતે મહિલા સાંમખ્ય શિક્ષણ વિભાગ અમરેલી દ્વારા સાવરકુંડલા બ્લોક હેલ્થ કચેરી ખાતે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી જેનું આયોજન અમરેલી જીલ્લા મહિલા સામખ્ય શિક્ષણ વિભાગ ના સંકલન અધિકારી ઈલાબેન ગોસાઈ ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું કાર્યક્રમ માં તાલુકા ના અલગ અલગ 7 ગામોની બહેનો અને કિશોરીઓ સહભાગી બની હતી
આ કાર્યક્રમ માં મહિલા સાંમખ્યનો હેતુ તથા પરિચય આપવામાં આવ્યો હતો આ તકે ડો. મયુર પારધી દ્વારા યોગનું મહત્વ સમજાવી કિશોરીઓને અલગ અલગ યોગાસનો કરાવી યોગ કરવાના ફાયદાઓ બતાવવામાં આવ્યા હતા.
આ ઉપરાંત ડો. કીર્તિબેન દ્વારા કિશોરીઓને કોરોનાની રસીનું મહત્વ સમજાવવામાં આવ્યું સાથે સાથે પોષણ અને આરોગ્ય વિશે સમજ આપવામાં તથા શારીરિક આરોગ્ય સાથે માનસિક સામાજિક અને આધ્યાત્મિક આરોગ્ય વિશે પણ માહિતી આપવામાં આવી હતી આ સાથે આરોગ્યની ટિમ દ્વારા કિશોરીઓને હિમોગ્લોબિન ની પણ તપાસ કરવામાં આવી હતી કાર્યક્રમમાં પોષણ પર વકૃતવ સ્પર્ધા અને સૂર્યનમસ્કાર ની સ્પર્ધાનું આયોજન કરવા આવ્યું જેમાં કિશોરીઓએ ખુબજ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો, કાર્યક્રમ ને સફળ બનાવવા માટે સાવરકુંડલા ના સી.આર.પી મકવાણા કિરણબેન તેમજ રેણુકા હેતલબેન દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી.

Advertisement

Share

Related posts

પાલેજ સહિત પંથક નાં ગામો માં ઇદે મિલાદ ની સોહાર્દ પૂર્ણ વાતાવરણ માં ઉજવણી કરાઈ

ProudOfGujarat

રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ નિમિત્તે જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા ઘરે ઘરે સર્વે કરી મચ્છર ઉત્પતિના સ્થાનો શોધી પોરાનાશક કામગીરી કરાઈ

ProudOfGujarat

ગોધરા શહેરના પોલીસ મુખ્યમથક ખાતે પોલીસ કર્મચારીઓની સાયબર ક્રાઇમ અંગેની તાલીમ યોજાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!