માંગરોળ તાલુકાના વેરાકુઈ ગામેથી આંગણામાં બાંધેલી ભેંસોને રાત્રી દરિમયાન ચોરી થઈ જતા ચકચાર મચી જવા પામી છે.
વેરાકુઈ ગામનાં ગભાણ ફળિયામાં રહેતા પ્રભુભાઈ ચેતનભાઇ ગામીત ખેતી સાથે પશુપાલન કરી પોતાનું ગુજરાન ચલાવે છે.સવારે આંગણામાં ભેંસ ન દેખાતા તેમણે આજુબાજુ શોધખોળ કરી હતી.ખેતરનાં રસ્તામાંથી દોઢ કિલોમીટર સુધી ભેંસના પગના નિશાન દેખાતા અંતે અહીંથી ભેંસોને કોઈ વાહનમાં ચઢાવી લઈ ગયા હોવાથી ભેંસની ચોરી થઈ ગઈ હોવાની માલૂમ પડ્યું હતું.તેમણે ગામની દૂધમંડળીનાં પ્રમુખને તેમજ સરપંચને આ વાતની જાણ કરી હતી.ગામના આગેવાનોએ જણાવ્યું હતું કે ગતરોજ કોઈક ભીખ માંગવાવાળા અજાણ્યા ઈસમ ગામમાં ઘરે-ઘરે જઈ રેકી કરી હતી.જેથી તેઓને ચોરી કરવા માટે સરળતા રહે.ખેડૂત પરિવારનાં ત્રણ ભેંસો ચોરો લઈ જતા ભારે આઘાત લાગ્યો હતો અને આર્થિક નુકસાની સહન કરવાનો વારો આવ્યો હતો.ભેંસ ચોરતી આ ટોળકીને ઝડપી લેવામાં આવે એવી લોક માંગ ઉઠી છે.
વિનોદ મૈસુરિયા : વાંકલ
વાંકલ: માંગરોળ પંથકમાં ભેંસોની ચોરી કરતી ટોળકી સક્રિય: વેરાકુઈ ગામેથી રાત્રી દરમિયાન આંગણામાં બાંધેલી ભેંસો ચોરી ગયા..!
Advertisement