Proud of Gujarat
FeaturedGujaratINDIA

સોના-ચાંદીની કિંમતમાં આવ્યો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ ભાવ.

Share

સોનું અને ચાંદીની કિંમતમાં આજે ઘટાડો નોંધાયો છે. આજે 22 કેરેટ સોનાની કિંમત ઘટીને 46220 રૂપિયા પ્રતિ દસ ગ્રામ થઈ ગઈ છે. જ્યારે ચાંદીની કિંમત 67600 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઈ ગઈ છે. શુક્રવારે સોનાનો ભાવ 47350 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદીનો ભાવ 67600 રૂપિયા પ્રતિ કિલો હતો.24 કેરેટ સોનાની કિંમતમાં પણ ઘટાડો નોંધાયો છે. લગભગ 1762 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ઘટાડા સાથે આજે કિંમત 47220 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચી ગઈ.

ભારતમાં છેલ્લા ઘણાં દિવસથી સોનાની કિંમતમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. રિપોર્ટસ અનુસાર આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવમાં ઘટાડો આવ્યો છે. સોનાની કિંમત વિતેલા ત્રણ દાકયામાં સૌથી ઓછી રહી છે, જેના કારણે ભારતમાં સોનાની ખરીદી વધી છે. રોયટર્સના એક અહેવાલ અનુસાર સ્થાનીક ડીલરોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, સોનાની માંગ હજુ સામાન્ય સપાટી પર આવવાની શખ્યતા ઓછી છે. કારણ કે કોરોનાને કારણે દેશના મોટાભાગના જ્વેલરી સ્ટોર્સ પર સરેરાશ ઓછો લોકો ખરીદી માટે આવી રહ્યા છે. બીજી બાજુ ચાંદીની કિંમતમાં પણ હાલમાં જ 2700 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો અને હાલમાં તે 67600 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહી છે. જ્યારે પહેલા તેની કિંમત 70300 રૂપિયા પ્રતિ કિલોગ્રામ હતી.

Advertisement

Share

Related posts

સ્વદેશી કાંતિ મોબાઈલ વાન ગોધરા ખાતે વેપારીઓની મુલાકાત લીધી હતી

ProudOfGujarat

ચંદેરીયા વ્હાઇટ હાઉસ ઉપર સાંસદ મનસુખભાઇ વસાવાને સન્માનિત કરાયા

ProudOfGujarat

કોંગ્રેસ લડે છે…આમોદ કોંગ્રેસના ઉમેદવારની સભામાં બે જૂથ વચ્ચે દે ધના ધન, ઉમેદવારે સ્થળ છોડી ચાલતી પકડી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!