30 ગુજરાત બટાલિયન એનસીસી ગોધરાનાં યુનિટ દ્વારા સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ વર્તમાન કોવિડ-૧૯ ની માર્ગદર્શિકાને ધ્યાનમાં રાખીને માસ્ક, સેનીટાઇઝર અને સામાજિક દૂરી જાળવીને પોલીસ પરેડ ગ્રાઉન્ડ અને શેઠ.પી.ટી.આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે “B” અને “C” સર્ટિફિકેટની પ્રેક્ટિકલ પરીક્ષાનું આયોજન કરાયું હતું.
ગુજરાત એનસીસી ડાયરેક્ટરના દિશાનિર્દેશને અનુસરી 30, ગુજરાત, બટાલિયન એનસીસી ગોધરા દ્વારા તારીખ 18 અને 19 જુન ના રોજ એનસીસી “B” અને “C” સર્ટિફિકેટ ની પ્રેક્ટિકલ પરીક્ષાનું પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં આયોજન સરકારની SOP ને ધ્યાનમાં રાખી કરવામાં આવ્યું હતું. જેમાં 18 તારીખે 325 જેટલા કેડેટ અને 19 તારીખે 362 જેટલા કેડેટે ઉપસ્થિત રહી સોશિયલ ડિસ્ટનસિંગ જાળવી, માસ્ક પહેરી જુદા જુદા વિષયની પ્રેક્ટિકલ પરીક્ષા આપી હતી. જેમાં પ્રેક્ટિકલમાં ડ્રિલ, હથિયાર સાથે ડ્રિલ, મેપ રીડિંગ, હથિયાર ખોલના જોડના, કોમ્યુનિકેશન, ફિલ્ડ ક્રાફ્ટ અને બેટલ ક્રાફ્ટ જેવા વિષયો સાથે પરીક્ષા થઈ હતી. આ પરીક્ષા 30 ગુજરાત, બટાલિયન એનસીસી ગોધરાના કમાન્ડિંગ ઓફિસર કર્નલ કિરીટ નાયર ANO અને PI સ્ટાફ ની ઉપસ્થિતમાં લેવામાં આવી હતી. અને 20/6/2021 ના રોજ ” B ” સર્ટિફિકેટની લેખિત પરીક્ષા શેઠ.પી.ટી.આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે યોજાઈ હતી. આ પરીક્ષામાં 325 કેડેટ ઉપસ્થિત રહી પરીક્ષા આપી હતી જેમાં 34 ગુજરાત એનસીસી. બટાલિયનના કમાન્ડિંગ ઓફિસર કર્નલ સંજય સયાલ અને ADM અજય આનંદ બુરાઈની ઉપસ્થિતિમાં ગોઠવાઈ હતી પરીક્ષાનો સમય 10.00 થી 1.00 નો હતો. જેમાં ANO અને PI સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.
પંચમહાલ રાજુ સોલંકી
ગોધરા એનસીસી યુનિટ દ્વારા B અને C સર્ટિફીકેટની પ્રેકટીકલ પરીક્ષા યોજાઈ.
Advertisement