કોરોના સંક્રમણ અટકાવવા માટે સરકારે જે ગાઈડલાઈન આપી છે તેનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે, બીજી લહેરમાં જે પ્રકારે સ્થિતિની થઈ હતી તેનાથી બોધપાઠ લઈને નેતાઓએ વિશેષ કરીને મોટી સંખ્યામાં લોકો એકત્રિત ન થાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે. પરંતુ નેતાઓ સત્તાની લાલસામાં લોકોના જીવ જોખમમાં મૂકવાનું ટાળતા નથી.
સુરતમાં ઉધના ભાજપ કાર્યાલય ખાતે યુવા મોરચાને પ્રથમ મીટિંગ મળી હતી. જેમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાવવામાં આવ્યા હતા. જ્યારે અડધા જેટલાએ તો માસ્ક પણ પહેર્યા ન હતા. ઉધના ભાજપ કાર્યાલય ખાતે યુવા મોરચાને પ્રથમ મીટિંગ મળી હતી. સુરત શહેરના નવનિયુક્ત ભાજપના યુવા મોરચાના પ્રમુખ ભાવિન ટોપીવાલાની અધ્યક્ષતામાં મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. હવે ભાજપના યુવા મોરચા દ્વારા મહિનાના પહેલા રવિવારે મિટિંગનું આયોજન કરવાનો નિર્ણય કર્યો છે.
ગતરોજ ભાજપ કાર્યાલય ખાતે યુવા મોરચાની પ્રથમ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સોશિયલ ડિસ્ટન્સ જણવાયું ન હતું તેમજ કોરોના ગાઇડ લાઇનનું પણ ઉલ્લંઘન થતું સ્પષ્ટ દેખાતું હતું. ભાજપ કાર્યાલય ખાતેથી જ નેતાઓ વિવિધ કાર્યક્રમના આયોજન કરતા હોય છે તેવા સમયે તેમણે પોતાની જવાબદારી સમજવી આવશ્યક છે. કાર્યાલય ખાતેથી નક્કી થાય છે કે સંગઠન માટે કેવી રીતના કાર્યક્રમ કરવાના છે અને કેટલા લોકોને ક્યાં ભેગા કરવાના છે.
જો અહીંથી જ તમામ કાર્યક્રમો અંગે અંકુશ લાવવામાં આવે તો કોરોના સંક્રમણની જે ભીતિ સેવાઈ રહી છે તે કંઈક અંશે ઘટી શકે છે. આગામી છ થી આઠ અઠવાડિયામાં કોરોના સંક્રમણની ત્રીજી લહેરા આવી શકે છે એ શક્યતા બાદ પણ નેતાઓ પોતાના કાર્યક્રમો ટાળવાનો જરૂરી નથી સમજી રહ્યા. બીજા શહેરમાં પણ આ જ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું હતું. નેતાઓએ કરેલા કાર્યક્રમોને કારણે કોરોના સંક્રમણ વધુ વ્યાપક રીતે ફેલાયો હતો અને સુરત શહેરમાં અનેક લોકોના જીવ ગયા હતા.
બીજી લહેર જેવા ભયાવહ દ્રશ્યો ત્રીજી લહેરમાં ન જોવા હોય તો નેતાઓએ પોતાની સામાજિક જવાબદારી સમજીને પણ કાર્યક્રમ ટાળવા જોઈએ. કોરોના ગાઇડલાઇન ઉલ્લંઘન બાબતે કોઈપણ રાજકીય નેતાની સામે સખ્તાઈપૂર્વકના પગલાં ન લેવાના કારણે તેઓ બેફામ રીતે કાર્યક્રમોનું આયોજન કરતાં રહે છે.