ભરૂચ જિલ્લામાં રસ્તા અને ડ્રેનેજ લાઈનોને કારણે ઘણી સમસ્યાઓ ઉભી થાય છે ક્યાંતો ગટરો ઉભરાઈ છે ક્યાંતો ગટરો જામ થય જાય છે અને ક્યાંતો ગટરોમાં ગંદકીનું સામ્રાજ્ય એકઠું થતું હોય છે તયારે ભરૂચ જિલ્લાની જાહેર જનતા રસ્તાના સમરકામ અને ડ્રેનેજ ના પ્રશ્નોથી કંટાળી ચુકી છે નગરપાલિકામાં અવારનવાર રજુઆતો કરવામાં છતાં તંત્ર દ્વારા કોઈ કામગિરી હાથ ધરવામાં આવતી નથી.
ફાતા તળાવ થી ચાર રસ્તા સુધી રોડનું ઘણા વર્ષો પહેલાથી તર્ક કરોડ 28 લાખના આર સી સી રોડ બનાવા અંગે મંજૂરી સરકાર દ્વારા આપવામાં આવી છે પરંતુ આ પાંચમું ચોમાસુ છે કે ત્યાંથી પસાર થતા અને એ વિસ્તારમાં જ કામ કરતા લોકોને રસ્તો ન બનાવાને કારણે હાલાકી ઉભી થાય છે જેથી રસ્તાની કકામગીરી ના થતા સ્થાનિકો લોકો રોસ ભરાયા છે.થોડા દિવસ અગાવ જ સ્થાનિક રહીશોએ ભરૂચ નગરપાલિકાને 10 દિવસનું અલ્ટીમેમ આપ્યું હતું તે છતાં ચોમાસુ શરૂ થઇ ગયું છે પરંતુ કોઈ કામગીરીમાં કરવામાં આવી ન હતું.જો હવે રોડની કામગીરી નહિ થાય તો બજાર બન્ધ કરી તે દિવસથી ભરબજારને ચક્કા જામ કરવાની સ્થાનિકોએ નગરપાલિકાને ચીમકી આપી હતી જેથી વહેલી તકે સમયસર કામ પૂર્ણ થાય.
રિધ્ધી પંચાલ, ભરૂચ.