ભરૂચ જિલ્લાના નવાડેરાના શ્રી દત્તપાસક પરિવાર દ્વારા નારેશ્વરના નાથ શ્રી રંગ અવધૂત મહારાજના કરકમલો દ્વારા પ્રસ્થાપિત શ્રી દત્ત ભગવાનની 69મો પાટોત્સવ કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને યોજવામાં માં આવ્યો હતો. સરકાર દ્વારા જાહેર જગ્યાઓ પર એકઠું ન થવાના આદેશને ધ્યાનમાં રાખીને પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.
ભરૂચ શહેરના જાણીતા એવા ભગવાન રંગ અવધૂત મહારાજને ઘણા લોકો માને છે પરંતુ કોરોના સંક્રમણ ન ફેલાય તે માટે આજરોજ દર્શનનાર્થીઓ બહારથી જ ભગવાનના દર્શન કરી રહ્યા હતા. આ નિમિત્તે શ્રી દત્ત ભગવાનના 16 અવતારોને અનુલક્ષીને શ્રી રંગ લીલામૃતના 16 પરાયણનું વિડીયો કોલના માધ્યમથી ઓનલાઇન આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 131 જેટલાં ભક્તિઓએ પરાયણમાં આયોજનમાં પરાયણ કર્યું હતું અને આજરોજ સાંજના સમયે લગભગ 4 વાગ્યે દત્ત ભગવાનના પાદુકાપૂજનનો કાર્યક્રમ સોશિયલ મીડિયા પર ફેસબુકના માધ્યમથી લાઈવ પ્રસારિત કરવામાં આવશે તેવું આયોજન કરવામાં આવશે.
રિધ્ધી પંચાલ, ભરૂચ.