Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા : ગુજરાત ATS એ ગેરકાયદે VoIP એક્સચેન્જથી ચાલતા ઇન્ટરનેશનલ કોલ રૂટીંગનો પર્દાફાશ કર્યો.

Share

ગુજરાત ATS અને વડોદરા SOG એ મળીને વડોદરાના વાસણા વિસ્તારમાં ગેરકાયદેસર VoIP એક્સચેન્જથી ચાલતા જાસુસી નેટવર્કનો પર્દાફાશ કર્યો છે અને એક આરોપીની ધરપકડ કરી છે. જેના આધારે ATS ના PI એસ.એન. પરમાર અને અધિકારીઓની એક ટીમે વડોદરાની SOG ની મદદથી વાસણા રોડ પર આવેલી દુકાન નં-૩૦, સિદ્ધાર્થ એક્સેલન્સમાં રેડ પાડી હતી અને ગેરકાયદેસર VoIP એક્સચેન્જથી થતી જાસુસીનો પર્દાફાશ કર્યો હતો અને સ્થળ પરથી શહેજાદ મહાંમદ રફીક મલેક(રહે, 32, મધુરમ સોસાયટી, કિડ્સ કેર સ્કૂલ પાસે, તાદંલજા, વડોદરા) ની ધરપકડ કરી હતી.

આરોપી શહેજાદની વધુ પછપરછ કરતા જાણવા મળ્યું હતું કે. જીની અનીલ(નોઆહ) વાસવાની(રહે, ભાયાંદર વેસ્ટ થાણે, મહારાષ્ટ્ર) આ દુકાનનો ભાડૂઆત છે અને તેના સાગીરતો આમીએર ઉર્ફે હારૂન અબ્દુલ માજીદ નાટવાની(રહે, રો હાઉસ નં-8, તુલિપ બિલ્ડિંગ, મીરા-ભયાંદર રોડ, થાણે મહારાષ્ટ્ર), ઇસાક સચીન રાજ(રહે, ફ્લેટ નં-403, બિલ્ડિંગ નં-341, શૃષ્ટી હાઇસિંગ કોમ્પલેક્ષ, સેક્ટર-૩, મીરા રોડ, ઇસ્ટ, મીરા ભયંદર, થાણે, મહારાષ્ટ્ર) ભેગા થઇને ઇન્ટરનેશનલ કોલ રૂટીંગ કરવા માટે કોમ્પ્યુટર તથા જીઓના વાઇફાઇ તથા રાઉટર ગોઠવી ગેરકાયદેસર VoIP એક્સચેન્જ બનાવીને મહારાષ્ટ્રથી ઓપરેટ કરતા હતા.આ આરોપીઓ ગેરકાયદેસર VoIP એક્સચેન્જનો ઉપયોગ કરવાનું એટલા માટે પસંદ કરે છે કે VoIP એક્સચેન્જથી કરવામાં આવતો કોલ ઓરિજીનલ આંતરરાષ્ટ્રીય નબરનું કોઇ નિશાન છોડતો નથી, જેથી કોઇને ખ્યાલ આવતો નથી કે, કોલ ક્યાંથી થયેલો છે. આવી રીતે VoIP એક્સચેન્જ ચલાવવા ઇન્ડીયન ટેલિગ્રાફ એક્ટ હેઠળ ગેરકાયદેસર છે. આવી રીતે VoIP એક્સચેન્જ ચલાવવુ રાષ્ટ્રના અર્થતંત્રને નુકસાન કરે છે અને રાષ્ટ્રની સરુક્ષા સામે પણ ખતરો ઉભો કરે છે. આ બાબતની ગંભીરતાને લઇ ATSની ટીમે આરોપી શહેજાદ મહંમદ રફીક મલેકની ધરપકડ કરી હતી. ગુનામાં વપરાયેલા જીઓફાઇ રાઉટર, વાઇફાઇ રાઉટર, સીપીયુ વગેરે જપ્ત કર્યાં હતા અને ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરવા તથા નાસતા ફરતા આરોપીઓને પકડવા તજવીજ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

ગુજરાત સરકાર દ્વારા બોર્ડની પરીક્ષા વિશે પરિપત્ર જાહેર કરાયું.

ProudOfGujarat

સુરત : વેસુમાં માનસિક તણાવમાં 10 માં માળેથી કુદીને આપઘાતનો પ્રયાસ કરનાર મહિલાને ફાયરબ્રિગેડે બચાવી.

ProudOfGujarat

શશાંક ખેતાન, મૃગદીપ લાંબા, એકતા આર. કપૂર અને મહાવીર જૈનના પારિવારિક આનંદમાં હાજરી આપે છે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!