19 જૂન એટલે યુનોસંઘ દ્વારા ઘોષિત ” વિશ્વ સિકલસેલ દિવસ” જેની ઉજવણી દેશભરમા ઉજવાય છે. ખાસ કરીને આદિવાસી વિસ્તારમાં આદિવાસીઓમા આ બીમારી જોવા મળે છે. એક માહિતી અનુસાર નર્મદા આદિવાસી જિલ્લો હોવાથી આદિવાસીઓમા સિકલ સેલનું પ્રમાણ સૌથી વધારે છે. માત્ર આદિવાસીઓમા જોવા મળતા સિકલ સેલના નર્મદામા 55,000 થી વધુ દર્દીઓ છે. જેમાં 4000 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.
આમ તો સિકલ સેલ બે પ્રકાર ના હોય છે. સિકલ સેલ ટ્રેડ અને સિકલ સેલ ડીસીઝ, સિકલ સેલ ટ્રેડમા ઍક જ રંગ સૂત્રોને અસર થાય છે જ્યારે સિકલ સેલ ડીસીઝમા બંને રંગસૂત્રોને અસર થાય છે. જ્યારે ટ્રેડ, ટ્રેડ વાળી વ્યક્તિ સાથે લગ્ન કરાય તો તેના સંતાનમા પણ પણ ડીસીઝ જોવા મળે છે. આજકલ ટ્રેડનું પ્રમાણ વધી રહ્યું છે. નર્મદા આદિવાસી જિલ્લો હોવાથી આદિવાસી ઓમા સિકલ સેલનું પ્રમાણ સૌથી વધારે છે. આ પ્રસંગે આદિવાસી સાહિત્ય એકેડેમીના પ્રમુખ પ્રોફેસર જીતેન્દ્ર વસાવા દ્વારા સિકલસેલની બીમારી અંગે ભીલી ભાષામાં લખેલ ગીતને લોકો સમક્ષ મૂક્યું છે.
આ અંગે ડૉ.શાંતિકર વસાવા એ જ્ણાવ્યુ છે કે આદિવાસી વિસ્તારમાં આ બીમારીને લીધે વારંવાર લોકોના જીવ ગુમાવવા પડે છે. સરકાર વિશ્વ યોગ દિવસ જેવા અન્ય દિવસો ઉજવવા મોટાપાયે જાહેરાતો અને ખર્ચાઓ કરે છે પરંતુ આદિવાસીઓને લગતા કોઈ પણ દિવસો જેવાકે વિશ્વ આદિવાસી દિવસ કે વિશ્વ સિકલસેલ દિવસોની હંમેશા અનદેખી કરે છે.
સરકાર તો આદિવાસીઓને માણસ ગણતી નથી આદિવાસી નેતાઓ પણ આદિવાસીઓના અતિસંવેદન શીલ પ્રશ્નો જેવાકેઆરોગ્ય, શિક્ષણ, વિસ્થાપન, બેરોજગારી વગેરે માટે બિલકુલ જવાબદાર નથી. એમને માત્રને માત્ર રોડ, તલાવડી, પ્રોટેક્શન વોલ, હેન્ડ પમ્પ, ઇન્દિરા આવાસ જેવી યોજનાઓમાં જ રસ હોય છે કેમકે એમાંથી હપ્તાઓ મળતા હોય છે.
નર્મદામા આદિવાસીઓના ઊથ્થાન માટે સરકાર મોટી યોજનાઓ કરે છે. કરોડોની ગ્રાંટ ફાળવે છે પણ ખેદની વાત એ છે કે સિકલ સેલ એનિમિયા માટે સરકારી તંત્ર ખાસ કશું કરી શકી નથી. નર્મદા સિકલ સેલના સૌથી વધુ દર્દીઓ હોવા છતા સિકલ સેલ માટેની ખાસ અલગ હોસ્પિટલ નથી કે તેના માટે આઈસીયુની સુવિધા નથી.
સિકલસેલ ટ્રેટ (50%) છે કે ડીસીઝ (૧૦૦%) છે એ જાણવાનું મશીન નર્મદા જિલ્લામાં ના હોવાને કારણે દર્દીઓને અંદાજીત 500 રૂપિયા ખર્ચીને આ તપાસ કરાવવી પડે છે. કલેક્ટર નર્મદાએ એના માટે પચાસ લાખની ગ્રાન્ટ આપવા તૈયાર છે પરંતુ સિવિલ હોસ્પિટલ કે આરોગ્ય તંત્ર એની જવાબદારી લેવા તૈયાર નથી. આદિવાસી નેતાઓ ભલે આ બાબતોમા રસ દાખવતા ના હોઈ પરંતુ આદિવાસી સમાજ આ બધા પ્રશ્નોને લઈને સજાગ થઈ રહ્યો છે.
જ્યોતિ જગતાપ, રાજપીપળા