સુરત શહેરના અડાજણ વિસ્તારમાં આજરોજ આગણી હોનારત સર્જાઈ હતી. અડાજણ વિસ્તારમાં આવેલી સાંઈ જ્યોતિ સોસાયટીના બંગલામાં આગની હોનારત સર્જાઈ હતી જેને પહલે આસપાસના વિસ્તારમાં દોડધામ મચી જવા પામી હતી.
આજરોજ વહેલી સવારે સુરત શહેરના અડાજણ વિસ્તારમાં એક મકાનમાં આગી લાગી હતી. આગ અડાજણ પોલિસ મથકની બાજુમાં આવેલી સાંઈ જ્યોતિ સોસાયટીમાં જ લાગી હતી. મળતી માહીતી અનુસાર ઘરમાં શોર્ટસર્કિટ થવાને કારણે આગ લાગવાનું અનુમાન લગાવામાં આવી રહ્યું છે. જયારે ઘરની અંદર રૂમમાં મુકલો બધો જ સમાન બળી જતા મકાનના માલિકને ઘણું નુકશાન પહોંચ્યું હતું. ફાયર વિભાગને જાણ થતા ફાયરની 4 ટિમો ઘટના સ્થળે પહોંચી ગયે હતી તે અરસામાં આસપાસના રહેવાસીઓની ભીડ એકત્ર થઇ ગઈ હતી. ફાયર વિભાગ દ્વારા થોડી જ ક્ષણમાં આગ પર કાબુ મેળવાયો હતો જેને પગલે મકાનમાં રહેતા અને આસપાસના વિસ્તારમાં રહેતા લોકોએ હાશકારો પામ્યો હતો.
જયદીપ રાઠોડ : સુરત