Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાહુલ ગાંધીના જન્મ દિવસ નિમિત્તે આરોગ્ય કેન્દ્રના કોરોના વોરિયર્સનો કરજણ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા સન્માન સમારોહ યોજાયો હતો.

Share

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના યુવા નેતા રાહુલ ગાંધીના જન્મ દિવસ નિમિત્તે કરજણ તાલુકા સ્થિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં શનિવારના રોજ કોરોના વોરિયર્સનો કરજણ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા સન્માન સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે વડોદરા જિલ્લા કોંગ્રેસ સંગઠન મહામંત્રી અભિષેક ઉપાધ્યાયે મિડીયા સમક્ષ નિવેદનમાં જણાવ્યું હતું કે વડોદરા જિલ્લામાં આરોગ્ય કેન્દ્રના કર્મીઓએ કોરોના કાળ દરમિયાન કોરોનાગ્રસ્ત દર્દીઓની ખૂબ સારી સારવાર કરી હતી તેને હું બિરદાવું છું.

આ તબક્કે આરોગ્ય કેન્દ્રના તમામ કર્મીઓની હું સરાહના કરું છું. સાથે સાથે રાહુલ ગાંધીએ લોક પ્રશ્નોને વાચા આપી કેન્દ્રની ઉંઘતી સરકારને જગાડી હતી અને કોરોનાગ્રસ્ત દર્દીઓને મદદરૂપ બન્યા હતા. અભિષેક ઉપાધ્યાય તેમજ કરજણ કોંગ્રેસ તાલુકા અધ્યક્ષ પીન્ટુ પટેલ, ભાસ્કર ભટ્ટ, નીલાબેન ઉપાધ્યાય તેમજ તાલુકા પંચાયત સદસ્ય મિત પટેલે આરોગ્ય કેન્દ્રના કર્મીઓનું ફૂલહારથી સ્વાગત કર્યું હતું.

યાકુબ પટેલ : કરજણ

Advertisement

Share

Related posts

નડિયાદ શહેર કોંગ્રેસ દ્વારા મોંઘવારીના વિરોધમાં ધરણા યોજી વિરોધ પ્રદર્શિત કર્યો.

ProudOfGujarat

ઝઘડિયા જીઆઇડીસીની DCM કંપનીમાંથી કોપર વાયર ચોરી મોટરસાયકલ પર લઇને જતા બે ઇસમો પૈકી એક મુદ્દામાલ સાથે ઝડપાયો

ProudOfGujarat

जब ऋतिक ने भोजपुरी गाने पर लगाये ठुमके!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!